સુખી થવાના પગથિયાં છે, સાદગી અપનાવો, સરળતા સ્વીકારો, સ્વાર્થને ઘટાડો અને બેફામ ઈચ્છાઓને મર્યાદામાં રાખો : અજ્ઞાત

- માનવ દુઃખો ના જનક અસંતોષ, ખોટી આદતો, ફેશન, સંગ્રહખોરી
આજનો માનવી દુઃખી હોવાના ઘણા કારણોમાં એક તે વિચારસરણી અને વર્તનમાં ફેરફાર છે. જીવનમાં ખોટા ખર્ચા થી આર્થિક ભીંસ સમસ્યા ઉભી કરે છે ,શરીર, ભોજન પ્રત્યે બેદરકારી રાખતો થાય છે, ઈશ્વર શ્રદ્ધા ,સંતોષ અને આજે પૂરતો સમાધાની સંતોષ,જીવનની સાચી ખુશી અને અમૂલ્ય દોલત છે .જીવાતી જિંદગીમાં આપણે સંતોષી નથી,નથી ઈશ્વર ઉપર ભરોસો,કે નથી આસ્થા,ભેગું કરવું બીજાનો વિચાર ન કરવો અને કાલની ચિતામાં ભરપૂર સંગ્રહ કરવાની આદત માનવીને પડી છે .વૃત્તિઓ બદલવાથી મન બદલાય છે ,વિચાર બદલાય છે, વ્યવહાર બદલાય છે અથવા એમ કહો કે ચેતના તંત્ર ખીલે છે.પ્રેરણા જાગે છે. પ્રસંગો જ માનવીને શુભ અશુભ ,સારા ખરાબ ની સમજ આપે છે, અંતર તમને ખરાબ કરવા માટે અટકાવવાની પેરવી વારંવાર કરે છે કિન્તુ માનવીને મન ,લાલચ અને મોહ ત્રણે બાજુથી ચિત્તભ્રમિત કરી અવળે માર્ગે લઇ જાય છે.
અસંતોષ,દેખાદેખી,વટ મારવાની શેખીખોર વૃત્તિ જેમ સમૃદ્ધિ વધે તેમ આકાંક્ષાઓ દોટ મૂકતી થાય છે ,તરંગો ના શેખચલ્લી ખ્વાબો ધમાલ મચાવે છે ,એક ધમપછાડા બાદ હતાશ મન નિરાશ થતાં તનાવ રોગોને આમંત્રણ આપે છે .ગરીબ લોકો આજની ચિંતા કરે છે ,કાલ ની ફિકર ભગવાનને માથે સોંપીને નિરાંતે ઊંઘે છે ,એટલું જ નહિ વધારા નો સંગ્રહ ન કરતા બીજાની ચિંતા કરે છે ,સાચી માનવતા,ઈમાનદારી અને હૂંફ સાથેની હમદર્દી સાથેની નિઃસ્વાર્થ જિંદગી ઉપર આભ અને નીચે ધરતીમાં શાંતિ થી પોઢી વિતાવે છે. કારણ તે સંતોષી છે. આજની ફિકર પતે કાલ સરસ ઉગશે એવી ઈશ્વર પર આસ્થા રાખે છે.
દરેક પ્રસંગે નવા નવા કપડાં ખરીદવાનો ગાંડો શોખ પૈસાનો,વૈભવનો ખોટો દેખાડો ગણાય.સમૃદ્ધિ એ દેખાડો કરવાનું પ્રદર્શન બને ત્યારે બીજામાં ઈર્ષ્યા અને પોતાને અહંકારી બનવે છે.હું બીજા થી વધુ સારો દેખાઉં ,વટ પડે એવી ભાવના ખોટો ખર્ચ કરવાનું શીખવે છે ,આજની પેઢી કરકસર કરવાનું ગમતું નથી.આજના સામુહિક પ્રસંગોમાં અન્ન સમય બગાડવાનો એક રિવાજ બની ગયો છે ,મોટા પ્રસંગોમાં થતો અન્ન ,વાનગીઓનો થતો બગાડ એઠવાડો ગણી ને ગટરમાં ઠલવાય છે ,કારણ જગા મર્યાદિત સમયમાં ખાલી કરવાની હોય છે,જેમતેમ ઠાંસીને પેટમાં ચાખવા માટે બધુજ ટેસ્ટ કરવાની ફેશન,બગાડ કરવાની આદત સાથે ધક્કામુક્કીમાં બચવા બાળકો પાસે બીજા પાસે બે માપ વાનગી મંગાવવાની ટેવ અને નાહક વાતોના તડકા માં અન્ન બગાડ કરવાની લાજ વગરની ટેવ એક સભ્યતા ખોટી શાન ધમાલ હોય છે ,જો કે મુંબઈ માં બચેલા સારા ભોજનનો ઉપયોગ કરવા સરકારી મંજૂરી સાથે શરુ થાય ફૂડ બેંક છે.
જે ઝૂંપડપટ્ટીમાં પોતાના વાહન સાથે જઈ ને લોકોને જમાડે છે .અમેરિકાની પ્રથા મને ગમી,તમે મંગાવેલા ભોજન માં જે વધે તેને પેક કરી પ્લાસ્ટિકની થેલીમાં જુદા જુદા ડબ્બા વગેરેમાં પેક કરીને આપે જેનો કોઈપણ વધારાના પૈસા ન લેવાય.અન્ન ની યોગ્ય કદર થાય. તેથી અહીં ગટરો ઉભરાવાનો પ્રશ્ન ઉઠતો નથી.જુના ,ટૂંકા કપડાં રીતસર ચેરિટી ને જાણ કરો અને ફર્નિચર સુધ્ધાં દાન માં અપાય કે અડધી કિંમતે કે એનાથી ઓછી કિંમતે સુપર મોલ માં રીતસર સેલ થાય અને એ બધી રકમ હોમલેસ માનવી ના લાભાર્થે વપરાય .અથવા વર્ષમાં એક વાર પોતા ગેરેજમાં સૌ ‘ગેરેજ સેલ ‘ગોઠવે. આ વાત ખોટો ભરાવો,બગાડ કાઢવા ના આ બધા રસ્તા છે.અન્ન બગાડ ની સાથે શાંત મને વિચારવાની જરૂર છે.
જો માનવી શ્રદ્ધેય બને ,બીજાનો વિચાર કરે ,ચિંતા કરે ,ખોટા સંગ્રહ ન કરે ,ભોજનનો બગાડ ન કરે અને પોતાના નસીબમાં જે જેવું અને જે રીતે મળ્યું છે તે ઈશ્વરની મરજી ગણી હસતા મોંએ સ્વીકારે, કાલ ની ચિંતા ન કરે તો સુખ તેના ચરણોમાં આવી પડશે, અહીં એક વાત નોંધવાની છે. ભાવિ માટે કરવી પડતી મર્યાદિત આર્થિક ગોઠવણ જરૂરી છે ,પણ વધુ પડતી સંગ્રહ ખોરી નકામી છે ,અગમચેતી,સાવધાની અને ગોઠવણ જીવનમાં ,દરેક વ્યવહારમાં અનિવાર્ય છે અને તેનો અમલ જીવનમાં સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માનસિક શાંતિ આપશે.
પરિવર્તન ની ઈચ્છા, પ્રયાસ અને બીજાની ચિંતા કરી પરોપકારી બનાવી જો માનવીમાં સંગ્રહખોરી થી છૂટાય ,ખોટા ખર્ચથી બચાય, તો બંધુત્વ ભાવના આપ મેળે જાગે.સેવા વૃત્તિ બીજા પરત્વે માનવતા જગાડશે. સૌથી મોટો ફાયદો બચત ભવિષ્ય માટે ખરો આધાર બની ચિંતા મુક્ત બનાવી.ઘર,સમાજ અને સર્વ સમૃદ્ધિના દ્વાર પળ વાર માં ખુલશે. તેના ઉદાહરણ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ,ભારતના રાષ્ટ્રપતિ લાલબહાદુર શાસ્ત્રી અને મિસાઇલમેન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ છે. સાદગી,સરળતા અને સંયમી જીવન સાથે વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા અને ભારતનું નામ રોશન કર્યું.
જિતેન્દ્ર પાઢ (અમેરિકા)