યાત્રાધામ દ્વારકામાં જીલણા એકાદશીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ

દ્વારકા : શ્રાવણ મહિનાની જીલણા એકાદશીનાં રોજ સાંજે 5.00 કલાકે ભગવાનની રવાડી નગરચર્યાએ નીકળી હતી. કોરોનાની મહામારી સમયે આં પરંપરા જાળવવા જૂજ બ્રાહ્મણોની હાજરીમાં આજે આ રવાડી નગરચર્યા માટે નીકળી હતી અને પોરાણિક કક્લાસ કુંડમાં સ્નાન કરી ત્યાં રવાડી માથી ભગવાનના બાલ્ય સવરૂપ એવા ગોપાલજીની પૂજન આરતી કરવામાં આવ્યા હતા. ત્યારે નગરનાં ભાવિકો ભગવાન સ્નાન અને પૂજન વિધિમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવા આવ્યા હતા. અને પરંપરા મુજબ ભગવાનના સ્નાન કાર્ય બાદ ક્કલાશ કુંડમાં ભાવિકોએ પણ સ્નાન કર્યું હતું. એવી માન્યતા છેકે આં કુંડમાં સ્નાન કરવાથી લોકોને ચામડી નાં રોગ દૂર થાય છે ત્યારે કુંડમાં પણ શક્તિ આવે તે માટે ખુદ ભગવાન સ્નાન કરી નગરચર્યા પુર્ણ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આં જીલણા એકાદશીની યાત્રા નીકળી હતી અને પોલિસ દ્વારા જગતમંદિરનાં દ્વાર પર ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. પૂજારી તથા ભક્તોએ દેશ અને વિશ્વ કોરોનાની જાળ માથી મુકત થાય તે ભગવાનને પ્રાથના કરી હતી.
રિપોર્ટ : રાકેશ સામાણી