જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરશ્રી રચિતરાજ ના અધ્યક્ષસ્થાને યોજાઇ

સંકલન સમિતિમાં કામગીરીની તમામ વિગતો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થી રજૂ કરવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની કલેકટર શ્રી રચિતરાજ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ની દરેક કચેરીની કામગીરીની વિગતો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફત રજૂ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ કચેરીઓમાં રજૂ થતી જનહિતની અરજીઓ, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી દ્વારા આવતી રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેકટરશ્રી એ સ્પષ્ટપણે જણાવી કહ્યું કે, જનહિતને પ્રાધાન્ય આપવા સાથે કામગીરી ઝડપી તેમજ ચોકસાઈપૂર્વક થાય તે જરૂરી છે.
ફરિયાદ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી બાબુભાઇ વાજા,શ્રી ભીખાભાઈ જોશીએ સિંચાઈ, પીજીવીસીએલ, ગ્રામ્ય રસ્તાઓ, જમીન માપણી, ફોરેસ્ટ સંબંધિ જનહીતના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નો બાબતે સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા સાથે અધિકારીઓને માનવીય અભિગમ સાથે કામગીરી કરવા જિલ્લા કલેકટરશ્રીને જણાવ્યું હતું.
બેઠકમાં સરકારી બાકી લેણાંની વસૂલાત, નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો, સહિતની બાબતો અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠક ની કાર્યવાહીનું સંચાલન અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણિયા એ કર્યુ હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.