ડભોઇ નગર માં મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ડભોઇ નગર માં જમીયતે ઉલેમાં એ હિન્દ ,યુનિટી ફાઉન્ડેશન,દેવ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ડભોઇ છીપવાળ બજાર પાસે આવેલ મહેદવીયા જમાતખાના ખાતે જમીયતે ઉલેમાં એ હિન્દ ,યુનિટી ફાઉન્ડેશન,દેવ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં સ્ત્રી ના તમામ પ્રકાર ના રોગો તેમજ બી.પી,ડાયાબીટીસ,પેટ ના રોગો,શ્વાસ ની તકલીફ,માથા નોં દુઃખાવો જેવી અનેક સમસ્યાઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્દી ને તપાસ્યા બાદ જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સવાર ના 9 થી સાંજ ના 5 સુધી ચાલનાર આ કેમ્પ માં મોટા પ્રમાણ માં મહિલા ઓ,તથા પુરુષો એ આ કેમ્પ નો લાભ લીધો હતો.આ કેમ્પ ને સફળ બનાવવા કોંગ્રેસ પક્ષ નાં નેતા સુભાષભાઈ ભોજવાણી તથા ભાજપ ના નેતા શશીકાંતભાઈ પટેલ તેમજ સામાજિક કાર્યકર ઇલ્યાસભાઈ અત્તરવાલા હાજર રહી આયોજકો નો સેવા કાર્ય માં હોસલો વધાર્યો હતો.મોટી સંખ્યા માં દર્દી ઓ એ આ કેમ્પ નો લાભ લેતા આવનારા સમય માં અન્ય વિસ્તારો માં પણ આ રીતે કેમ્પ નું આયોજન કરવામાં આવશે તેમજ વધુ ને વધુ લોકો આ કેમ્પ નો લાભ મેળવે તેવુ આયોજન જમીયતે ઉલમાં એ હિંદ તેમજ યુનિટી ફાઉન્ડેશન તરફ થી કરવામાં આવશે નું જાણવા મળ્યું હતું.આ યોજાયેલ કેમ્પ માં દેવ હોસ્પિટલ ના ડોક્ટરો જેમકે ડો,રવિ પટેલ, ડો ધ્વનિ પટેલ જે ડભોઇ માં 1st લેડિસ. ડૉ.ગાયનેકોલોજિસ્ત છે ,ડો યગ્નેશ ત્રિવેદી,ડો કમલેશ સુતરિયા, જેવા નિષ્ણાત એમ.ડી તથા ગાયનેક ડોકટરો ની ટિમ તેમજ તેમનો પૂરો સ્ટાફ દ્વાર સેવા પૂરી પાડી દર્દીઓ ને નિઃશુલ્ક તપાસ અને દવા આપી કેમ્પ ને સફળ બનાવવા મહત્વ નું યોગદાન આપ્યું હતું.
આ કેમ્પમાં કોંગ્રેસ આગેવાન સુભાષ ભાઈ ભોજવાણી,ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશીકાંતભાઈ પટેલ, ઈલ્યાસ અત્તરવાલા,ઝકરિયા અત્તર વાલા. હાફિઝ મુસ્તકીમ
રિઝવાન લક્કી તેમજ ગુજરાત , અને અન્ય હોદ્દેદારો ઊપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ – ચિરાગ તમાકુવાલા ડભોઇ