શ્રાવણ માસના તહેવારો સબબ મંગાવેલ ઇંગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

શ્રાવણ માસના તહેવારો સબબ મંગાવેલ ઇંગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ
ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર સીટીના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક શ્રી કોડીયાતર સાહેબનાઓએ શ્રાવણ માસના તહેવારો સબબ પ્રોહી. જુગારની કામગીરી કરવા સમજ કરતા..
જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી* સાહેબનાઓના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ પાવરા વિગેરે પોલીસ તા.૨૦/૦૮/૨૦૨૧ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરપોર્ટ ખાતે ગુજરાતના માનનીય મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આવનાર હોય જેની તકેદારી સબબ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન *પોલીસ કોન્સ. રવિરાજસિંહ પાવરાને* તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આધારભુત હકિકત મળેલ કે “ *બજાજ થ્રી વ્હીલ રીક્ષા રજી.નં.જીજે.૦૪.એક્સ.૪૫૨૪ નો ચાલક તેની રીક્ષામાં ગે.કા ઇંગ્લીસ દારૂની હેરાફેરી કરે છે અને શીવાજીસર્કલ તરફ થોડીવારમાં નીકળવાનો છે* ” જે હકિકત આધારે વોચમાં રહેતા શીવાજીસર્કલ ખાતે નીચેની વિગતે ઇંગ્લીસ દારૂનો જથ્થો મળી આવેલ છે.
*પકડાયેલ આરોપી-*
(૧) *નરેશભાઇ રતીલાલભાઇ વસાવા, ઉવ.૩૭, રહે.ઘોઘારોડ, શીતળા માં ના મંદિર સામે, રામનગર, છેલ્લી ગલી, નાનીબેન કાળુભાઇ ચૌહાણના મકાનમાં, ભાવનગર*
*મળી આવેલ ઇંગ્લીસ દારૂ તથા અન્ય વસ્તુઓ-*
*ROYAL CLASSIC WHISKY ૧૮૦ ML ની ચપટા બોટલ-૮૦ કિ.રૂા.૮૦૦૦/-*
*BAJAJ AUTO RIKSHA GJ.04.X.4524 કિ.રૂા.૩૫,૦૦૦/-*
રીપોર્ટ સતાર મેતર