કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી મહા વિદ્યાલયને ડિસ્ટ્રિક્ટ ગ્રીન ચેમ્પીયન એવોર્ડ એનાયત

કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી મહા વિદ્યાલયને ડિસ્ટ્રિક્ટ ગ્રીન ચેમ્પીયન એવોર્ડ એનાયત
Spread the love

કોલેજની સ્વચ્છતા, કચરા નિકાલની શ્રેષ્ઠ પદ્વતિ, વોટર મેનેજમેન્ટ અને ગ્રીન મેનેજમેન્ટ સહિતના પાસા ધ્યાને રાખી ગુણ અપાઇ છે

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા પરીષદ, ઉચ્ચ શિક્ષા વિભાગ, શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તાજેતરમાં યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાના સર્વેક્ષણ મુજબ વર્ષ–૨૦૨૧માં જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી “ડિસ્ટ્રિકટ ગ્રીન ચેમ્પીયન” અવોર્ડ મેળવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા પરીષદ દ્વારા યોજાતા આ સર્વેક્ષણ સમગ્ર જિલ્લાની વિવિધ કોલેજોએ પ્રાપ્ત કરેલા માર્ક્સ (ગુણો) પરથી કરવામાં આવે છે. જેમાં કોલેજની સ્વચ્છતા માટેના કાર્ય યોજના, કચરાના નિકાલ માટે અપનાવવામાં આવેલ શ્રેષ્ઠ પદ્ધતિઓ, વોટર મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટ, ગ્રીનરી મેનેજમેન્ટ તેમજ ફેકલ્ટી સ્ટાફમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતા વિગેરે જેવા પાસાઓને ધ્યાને રાખી ગુણો આપીને અવોર્ડ આપવામાં આવે છે.

આ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ જૂનાગઢ જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટશ્રી રચિત રાજની શુભેચ્છાઓ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાયના હસ્તે કૃષિ જૂનાગઢ ઈજનેરી વિદ્યાશાખાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો.પી.પી.ગજ્જર અને આઈ.ડી.પી. સેલના કન્વીનર પ્રો.જી.જી.ગોહિલ એનાયત કરવામાં આવેલ છે.

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાના સફળ નેતૃત્વ અને સ્વચ્છતા માટેના ઉત્કૃષ્ટ માર્ગદર્શન, કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ અને ડીન ડો.એન.કે.ગોંટીયાના ઉત્તમ કાર્યદક્ષતા અને વિદ્યાશાખાની સ્વચ્છતા જાળવવા માટેના સતત પ્રયત્નો, યુનિવર્સીટી ઓથોરીટીના ઉત્તમ માર્ગદર્શન તેમજ વિદ્યાશાખાના ફેકલ્ટીની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતાને આભારી છે.

ગૌરવપ્રદ વાત એ છે કે, તાજેતરમા જ કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહા વિદ્યાલયનો રાષ્ટ્રીયકક્ષાએ ૧૨ ક્રમાંક મળેલ તદુપરાંત આ “ડીસ્ટ્રીકટ ગ્રીન ચેમ્પીયન” એવોર્ડ પ્રાપ્ત કરી આ વિદ્યાશાખા ઉતરોતર અગ્રીમતા પ્રાપ્ત કરી રહી છે, જેને લઇ આ વિદ્યાશાખાના ફેકલ્ટી મેમ્બર્સ ખુબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!