સુરેન્દ્રનગર ખાતે રેશમ ખાદી અને રેશમ યાનૅ ઉત્પાદન પ્લાન્ટનુ ઉદ્દધાટન માન.રાજ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે કરવામા આવ્યુ,

સુરેન્દ્રનગર ખાતે મહાવીર ખાદી ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટ ,વઢવાણ સંચાલિત રેશમ ખાદી અને રેશમ યાનૅ ઉત્પાદન પ્લાન્ટનુ ઉદ્દધાટન માન.રાજ્યમંત્રી, મહિલા અને બાળ વિકાસ અને આયુશ મંત્રી શ્રી મહેન્દભાઈ મુજપરાના વરદ હસ્તે કરવામા આવ્યુ,
સંસ્થાના વ્યવસ્થાપક કરશનભાઈ જાદવ દ્વારા સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રેશમ ખાદીના ક્ષેત્રમા રોજગારીની ઉજળી તકો ઊભી થશે એવો આશાવાદ વ્યકત કયૉ.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ,શ્રી જગદીશભાઈ મકવાણા,શ્રી શંકરભાઈ વેગડ,શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય,શ્રી અનિરૂધ્ધસિહ પઢિયાર, સુરેન્દ્રનગર નગરપાલિકાના પદાધિકારીઓ,જિલ્લાની ખાદી સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ,સામાજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમા યોજાયેલ હતો.ત્યાર બાદ માતૃભૂમિ રેશમ ખાદી સંસ્થાના સંચાલક શ્રી મોતીલાલ વાઘેલાની સંસ્થાની સો મહાનુભવોએ શુભેચ્છા મુલાકાત લીધી .આ કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ મકવાણાએ કર્યું હતું