કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે SOUADATGA તરફથી ભવ્યાતિભવ્ય સ્વાગત

કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે SOUADATGA તરફથી ભવ્યાતિભવ્ય સ્વાગત
Spread the love

કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે SOUADATGA તરફથી ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે
શ સોમનની રાષ્ટ્રીય એકતા દોડ યાત્રાને ઉષ્માભર્યો આવકાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દેશભક્તિના ગીતોની ધૂન વચ્ચે મુલાકાતી પ્રવાસીઓના પણ ઉમળકાભર્યા આવકાર સહિત સોમનના ભાવપૂર્વક અભિવાદન સાથે એકતા દોડ યાત્રાનું સમાપન

સ્વસ્થ ભારતના નિર્માણ માટે ઇશ્વરે આપેલી તંદુરસ્તીની અણમોલ ભેટની પ્રત્યેક નાગરિકે પૂરતી કાળજી સાથે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો નાગરિક ધર્મ નિભાવવો જોઇએ – મિલિંદ સોમન

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ મિલિંદ સોમને કરી ભાવવંદના

રાજપીપલા : ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમનની મુંબઇથી સ્વાતંત્ર્યદિને તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોક ખાતેથી પ્રારંભાયેલી રાષ્ટ્રીય એકતા દોડ “રન ફોર યુનિટી” નું આજે સાંજે કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે આગમન થતાં SOUADATGA ના નાયબ કલેક્ટર નિલેશ દુબે, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ જીતેન્દ્રસિંહ રાઠોરે સોમનને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે તેમણે ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. માથે કળશ સાથે દિકરીઓએ સોમનનુ સ્વાગત કર્યુ હતું અને ભાઇ બહેનના રક્ષા બંધનના પવિત્ર પર્વે સોમનને રાખડીનુ રક્ષા કવચ બાધ્યું હતુ.

ત્યારબાદ ગોરા ખાતેથી મિલિંદ સોમનની આ એકતા દોડયાત્રા સીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી હતી. જયાં સ્ટેચ્યુના પરિસરમાં દેશભક્તિના ગીતોની ધૂન વચ્ચે મુલાકાતી પ્રવાસીઓએ પણ ઉમળકાભર્યા આવકાર સાથે સોમનનું ભાવપૂર્વક અભિવાદન કર્યુ હતું. અને આ એક્તા દોડનું અહીં સમાપન થયું હતું.

ત્યારબાદ મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત દરમિયાન ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમનો નજારો માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌદર્ય નિહાળવાની સાથે “ મા નર્મદા “ ના પવિત્ર દર્શનથી અલૌકિક ઉંચાઇએ પ્હોંચવાની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે SOUADATGA ના નાયબ કલેક્ટર નિલેશ દુબે, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ, ટુરીઝમ અધિકારી મોહિત દિવાન વગેરે સોમનની આ મુલાકાતમાં જોડાયાં હતાં. જ્યારે ગાઇડ હિતેશ કુંવરે મરાઠી ભાષામાં સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને આવરી લેતી ટેકનીકલ બાબતો સહિતની તમામ પ્રકારની સઘળી જાણકારી પુરી પાડીને તેમણે વાકેફ કર્યા હતાં. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબે એ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
ત્યારબાદ કેવડીયા ટેન્ટસીટી નં-૨ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથેના સંવાદમાં મિલિંદ સોમને જણાવ્યું હતું કે. તેઓ દર વર્ષે દેશના સ્વાતંત્ર્ય પર્વે આ પ્રકારની દોડ યોજે છે. પરંતુ ચાલુ વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવ (૭૫ મી સાલગીરાહ) ને અનુલક્ષીને આવા એક્તા દોડના કાર્યક્રમને વિશેષ રીતે ઉજવવાના વિચાર-મંથન થકી મુંબઇથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એક્તા દોડ યોજવાનો વિચાર અમલમાં મુકીને આજે તેને સાકાર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રની કામગીરીમાં એક્તાની જબરદસ્ત તાકાત રહેલી હોય છે, ત્યારે કોરોના જેવી મહામારીમાંથી પણ સમગ્ર દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી આપણે સૌ ચોક્કસપણે તેમાંથી બહાર આવી શકીશું તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મિલિંદ સોમને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના “ફીટ ઇન્ડિયા” ના સંકલ્પને સાકાર કરવા પ્રત્યેક દેશવાસીઓને સૌ પ્રથમ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની સાથે તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે દિવસભરમાં થોડો સમય ફાળવે તે ખૂબજ જરૂરી છે. સ્વસ્થ ભારતના નિમાર્ણ માટે ઇશ્વરે આપેલી તંદુરસ્તીની અણમોલ ભેટની પ્રત્યેક નાગરિકે પૂરતી કાળજી સાથે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો નાગરિક ધર્મ નિભાવવો જોઇએ.
મિલિંદ સોમને વધુમાં જણાવ્યુ હતું કે, આજે સૌ પ્રથમવાર મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ખૂબજ અભિભૂત થયેલ છું અહીં આવીને ખરેખર એક જુદા પ્રકારની અકલ્પનિય અનુભૂતિ થઇ છે, જેના પ્રતિભાવ માટે કોઇ શબ્દો નથી. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવવંદના કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, પ્રત્યેક વ્યક્તિએ આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવી જોઇએ અને સરદાર સાહેબના જીવનના મુલ્યો – આદર્શો જીવનમાં ઉતારીને આપણા જીવનને સાચા અર્થમાં સાર્થક કરવું જોઇએ.

પ્રેસ કોન્ફરન્સ મા જણાવ્યું હતું કેહું નાનપણથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો હતો. નવ વર્ષનો હતો ત્યારથી અશ્વિન નેશનલ લેવલ પર
મહારાષ્ટ્ર પ્રતિનિધિત્વ કરતો હતો. ચાર વર્ષ પહેલા સ્વિમિંગમાં હું નેશનલ ચેમ્પિયન પણ બન્યો હતો. આમ પહેલેથી જ મને સ્પોર્ટ પ્રત્યે લગાવ હતો. તેમણે નિરજ ચોપડા નું નામ યાદ કરીને એથલેટિક્સ મા ભારતને ગોલ્ડ મેડલ પાડા નું ગૌરવ અનુભવ્યું હતું આપણે સમજી શકીએ કે આ સિદ્ધિ મેળવવા અનેક વર્ષોની તપસ્યા કરવી પડે છે ત્યારે ફળ મળે છે. આપણે માત્ર ફીઝીકલ પ્રેક્ટિસ ની વાત કરીએ છીએ ખરેખર માનસિક પ્રેક્ટિસ કરવાની ખાસ જરૂર છે જ્યાં સુધી તમે માનસિક રીતે તૈયાર ન થાય ત્યાં સુધી કોઈ મુકામ પર પહોંચી શકાતું નથી ફિટનેસ મનમાં શરૂ થાય છે એટલે કે ફિટનેસની શરૂઆત મનથી થાય છે. નવ વર્ષની ઉંમરથી ડિસિપ્લિન શીખ્યો હતો.
આપણે વધારે મેડલ્સ નથી શકતા એનું કારણ એ જ છે માનસિક રીતે સજ્જ નથી હોતા. આપણી પાસે કશું નથી એવું નથી આપણું કલ્ચર નથી કોરોના આપણે શીખવાનું છે કે સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે ત્યારે મારું પણ કહેવું છે કે આ પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનો

આમ તો હું દર પંદરમી ઓગસ્ટે દોડું છું પણ આ વખતે ભારતની સ્વતંત્રતા અને ૭૫ વર્ષ થયા હોવાથી કંઈક નવું કરવાની ઈચ્છા જાગી નક્કી કર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ફીટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવો.
અને તેથી મુંબઇના શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનુ આયોજન કર્યું.

તેમણે યુનિટી નો મતલબ સમજાવતા જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કહે છે તો આપણે એક થઈને રહીશું તો આપણને જે મુકામ પર પહોંચવું હશે ત્યાં અવશ્ય પહોંચી શકીશું કેવી રીતે આપણે ધારીએ એક થઈને કોરોના ને આપણે બહાર આવી શકીએ છીએ મારી દ્રષ્ટિએ યુનિટી નો અર્થ સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય બીજો કોઈ ના હોઈ શકે

મિલિન્દ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. સાચે જ એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ દેશના દરેક ગામોમાં લોખંડ અને માટી એકત્ર કરીને પ્રતિમા બનાવી છે ખરેખર સાચા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે.

મિલિન્દ સોમને પોતાની ફિટનેસનું રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે નાનપણથી સ્પોર્ટ્સ ની શરૂઆત કરી હતી જેમાં આજ સુધી કરી રહ્યોછું છેલ્લા પચાસ વર્ષથી મેં સ્પોર્ટ છોડ્યું નથી

ફિલ્મો વિશે વાત કરતા મિલિન્દ સોમને જણાવ્યું હતું કે હું પહેલેથી જ ઓછી ફિલ્મો બનાવું છું આમિર ખાન સલમાન ખાન યુવાવસ્થામાં ગુજરાતીમાં બનાવતા હતા પણ હવે આ લોકો પણ એ ત્રણ વર્ષમાં એકાદ ફિલ્મ બનાવે છે હું પહેલેથી જ બે-ત્રણ વર્ષમાં એક ફિલ્મબનાવું છું આજકાલ ઓ ટીટી પ્લેટફોર્મ વધુ લોકપ્રિય બન્યું છે જેમાં બધાને જ ફાયદો છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!