અમરેલી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
*અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબ નાઓ દ્રારા આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો સબબ કોઇ અનિચ્છ્નીય બનાવ બનવા ન પામે તેની તકેદારીના ભાગરૂપે જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન રજા પરથી ફરાર/ભાગેડુ કેદીઓ તથા રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. ધવલભાઇ મકવાણા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલના પાકા કામના આરોપીને દામનગર નારાયણનગર ઠસા જંકશન થી પકડી પાડેલ.
પકડાયેલ કેદી :- પાકાકેદી નં.૧૧૧૧૮ ખોડાભાઇ બાધાભાઇ લુણી ઉ.વ.-૪૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.નારાયણ નગર દામનગર તા.લાઠી જી.અમરેલી વાળા તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ દામનગર નારાયણ નગરથી મળી આવતાં મજકુર આરોપીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવવી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપવા તજવીજ કરવામાં આવી.
વિગત:-
મજકુર કેદી અમરેલી જીલ્લા જેલમાં પ્રોહીબીશનના ગુન્હામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામદાર કોર્ટ અમરેલી નાઓ દ્રારા વચગાળાના જામીન રજા પર તા.૨૫/૦૫/૨૦૨૧ ના રોજ દિન-૯૦ માટે આરોપીને મુકત કરવામાં આવેલ અને આરોપીને તા.૨૩/૦૮/૨૦૨૧ ના અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર આરોપી તા.૨૩/૦૮/૨૦૨૧ થી ફરાર થયેલ
*આમ, મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફ નાઓ દ્રારા અમરેલી જીલ્લા જેલ માંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર આરોપીને દામનગર નારાયણનગર ઠસા જંકશન પાસેથી પકડી પાડી અમરેલી જીલ્લા જેલમાં સોંપી આપેલ
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી