રાણપુરમાં માલધારી સમાજ દ્રારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

રાણપુરમાં માલધારી સમાજ દ્રારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
માલધારી સમાજના એક સાથે ૧૧૦ કરતા વધુ લોકોએ કોરોનાની રસી લીધી.
બોટાદ જીલ્લાના રાણપુરમાં માલધારી સમાજના યુવાનોએ રસીકરણ કેમ્પ નું આયોજન કર્યુ હતુ.કૃષ્ણનગર-૨ ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં માલધારી સમાજના ૧૧૦ કરતા વધુ લોકોએ કોરોનાની રસી લીધી હતી.માલધારીઓ મોટાભાગે પોતાના ઢોર-ઢાખર લઈને સવારથી જ ગામ બહાર ચરાવવા જતા રહેતા હોવાથી તેઓ રસી નહી લઈ શકતા.માલધારી સમાજના લોકો રસી લીધા વગર નો રહી જાય તે માટે માલધારી સમાજના જાગૃત આગેવાન જેશાભાઈ પરમાર,નિલેશ પરમાર,ગોપાલ બોળીયા,સુરેશ પરમાર સહીતના માલધારી સમાજના આગેવાનોએ કૃષ્ણનગર-૨ ખાતે વાલાભાઈ પરમાર ના ઘર પાસે રસીકરણ કેમ્પ રાખેલ જેમાં નાગનેશ પ્રાથમિક.આરોગ્ય કેન્દ્રના ડો.પાર્થરાજસિંહ રાઠોડ,ડો.પારૂલબેન જમોડ,તસ્લીમબેન ભાસ,મુસ્કાનબેન મુળીયા,ઘનશ્યામભાઈ ઝાલા,ગાયત્રીબેન મકવાણા સહીતના આરોગ્યના સ્ટાફે રસીકરણ કેમ્પમાં લોકોને રસી આપી હતી…
રિપોર્ટ -વિપુલ લુહાર,રાણપુર