ડભોઇ સાઠોદ રોડ પાર આવેલ પંચમુખી હનુમાન મંદિર પાસે અંધ યુવક ને સાપે ડંશ મારતા મોત

*ડભોઇ સાઠોદ રોડ પર આવેલ પંચમુખી હનુમાન મંદિર પાસે અંધ યુવક ને સાંપ કરળતા મોત*
ડભોઇ થી સાઠોદ ગામ જતા રસ્તા માં પંચ મુખી હનુમાન મંદિર ની બહાર પૂજા નો સમાન વહેંચી ગુજરાન ચલાવતો પ્રજ્ઞાચક્ષુ યુવાન ને ઝેરી સાંપ કરડતા પ્રજ્ઞાચક્ષુ યુવાન નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ સાઠોદ રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર બહાર પ્રજ્ઞાચક્ષુ યુવાન પૂજા નો સમાન વેચી ગુજરાન ચલાવતો હતો અને નજીક માં જ આવેલ ઓરડી માં રહેતો હતો. આજરોજ યુવક ને એકાએક સાંપ કરડતા યુવાન જમીન પર ઢસળાઇ પડ્યો હતો જે જોઈ સ્થાનિક ઇસમોં દ્વારા યુવાન ની નજીક જઇ જોતા હાથ ની આંગળી ના ભાગે લોહી નીકળતું જણાયી આવ્યું હતું અને સાપ કરડ્યો હોવાનું માલુમ પડ્યું હતું.જેની જાણ ડભોઇ પોલીસ ને થતા ડભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયી હતી. ત્યાર બાદ તપાસ કરતા યુવક ની ઓરડી માં જ સાંપ હોવાનું માલુમ પડ્યું હતું.જે જોતા ડભોઇ ખાતે રહેતા રેસ્ક્યુ ટિમ ના વૈભવ પટેલ ને આ અંગે ની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુવક ની ઓરડી માંથી સાપ પકડી પાડવામાં આવ્યો હતો.બનાવ ના પગલે ડભોઇ પોલીસ સ્થળ પર પહોંચી મૃતક ની લાસ ને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ સરકારી દવાખાને ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ