અંબાજી પોલીસ જમાદાર રાજ્સ્થાન જાંબુડી દારૂ ના ઠેકા પર જોવાં મળ્યા!

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં લોકો દેવ દર્શન તરફ જઈ રહ્યા છે કેટલાક લોકો આબુ અંબાજી તરફ પણ ફરવા આવી રહ્યા છે. કેટલાક લોકો રાજસ્થાન ની અંદર પ્રવેશતા જ વિદેશી દારૂ ના ઠેકા ઉપર જોવા મળી રહ્યા છે પરંતુ નવાઇની વાત એ છે કે અંબાજી પોલીસ મથકમાં ફરજ બજાવતા અને અંબાજી ટાઉન જમાદાર વરસંગજી ઠાકોર અંબાજી થી 7 કિલોમીટર દૂર જાંબુડી તરફ આવેલા અંગ્રેજી દારૂ ના ઠેકા ઉપર જોવા મળ્યા હતા પોતાની બાઇક લઇને આવેલા આ જમાદાર અવાર નવાર જાંબુડી દારુ ના ઠેકા ઉપર જોવા મળી રહ્યા છે , તેવું આસપાસના લોકો જણાવી રહ્યાં છે
અંબાજી થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર નજીક રાજસ્થાન સરહદ આવેલી છે આ સરહદ સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકામાં આવે છે અહીં જાંબુડી ગામ પાસે રાજસ્થાન સરકાર દ્વારા આબકારી વિભાગ તરફથી વિદેશી દારૂ નો ટેકો મંજુર કરવામાં આવેલ છે અહીં દૂર દૂરથી લોકો વિદેશી દારૂ લેવા આવે છે અને પીવા આવે છે .થોડા મહિનાઓ પહેલા અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપપુરી ગોસ્વામી પણ દારૂના મામલામાં નામ આવતા તેમને પોલીસ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વરસંગજી ઠાકોર અંબાજી ટાઉન જમાદાર તરીકે ઘણા સમયથી ફરજ બજાવે છે કોરોનાની બીજી લહેર વખતે આ વરસંગજી ઠાકોરે ઘણા સામાન્ય લોકોની માસ્ક નામે ભારે હેરાન-પરેશાન કર્યા હતા અનેતેમણે ઘણા ગરીબ લોકોની પણ માસ્ક ના નામે પાવતી ફાડીને વિવાદમાં આવ્યા હતા.વરસંગજી જમાદાર જાંબુડી દારૂના ઠેકા ઉપર ફોટા જોવા મળ્યા હતા. રાજસ્થાન રાજ્યના વિસ્તારમાં વરસંગજી ઠાકોર શુ કરવા આવતા હશે? આ વિસ્તારમાંથી પસાર થતા લોકોએ જણાવ્યું હતું કે વરસંગજી ઠાકોર જાંબુડી કોટેશ્વર વિસ્તારમા રોજ સાંજે બાઈક લઈને આવે છે જાંબુડી દારૂના ઠેકા ઉપર જાય છે. જિલ્લા પોલીસ વડા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.