સુરતમાં રિક્ષાચાલકે સુઝ બુઝ થી માસૂમ બાળક સાથે તાપીમાં છલાંગ લગાવવા જતી મહિલા ને બચાવી

સુરતનાઅલગઅલગબ્રિજપરથીતાપીનદીમાંઝંપલાવવાનાઘણાકિસ્સાબનીચુક્યાછે.અનેઆવાઆપઘાતનાબનાવોનેઅટકાવવામાટેમહાનગરપાલિકા દ્વારા બ્રિજ પર જાળી પણ મુકવામાં આવી છે. પરંતુ તેમ છતાં આવા બનાવો અટકાવી શક્યા નથી. જોકે પાલિકાના આ પ્રયાસો વચ્ચે કેટલાક દેવદૂતો દ્વારા પણ આપઘાત કરનારની જિંદગી બચાવી દીધી હોવાના પણ બનાવો બન્યા છે.સુરત શહેરમાં આજે એક રિક્ષાચાલકની ચપળતાના કારણે તાપીમાં કૂદવા જઈ રહેલી એક મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. સુરતના ઝાંપા બજાર વિસ્તારમાંથી એક મહિલા તેના માસુમ બાળકને લઈને રિક્ષામાં બેસી હતી. અને તેને રિક્ષાચાલકને મક્કાઇપુલ પાસે લઇ જવા જણાવ્યું હતું. જોકે રિક્ષામાં જયારે આ મહિલા બેઠી ત્યારે જ રિક્ષાચાલકને તેની સાથે કંઈ ખોટું અને અજુગતું થયું હોવાનો અંદાજો આવી ગયો હતો. આથી તેણે પહેલાથી જ પોલીસનો સંપર્ક કરી રાખ્યો હતો.રીક્ષા ચાલક મહોમ્મ્દ અબ્રારે જણાવ્યું હતું કે મહિલા ઝાંપા બજારથી તેના માસુમ બાળકને લઈને તેની રિક્ષામાં બેસી હતી. આખા રસ્તામાં આ મહિલા રડતી રહી હતી. રિક્ષાચાલકે મહિલાને શું થયું છે તેવું પૂછ્યું પણ હતું. પરંતુ મહિલા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.રિક્ષાચાલકને એ અંદાજો આવી ગયો હતો કે આ મહિલા કંઈ ખોટું પગલું ભરવા જ મક્કાઈ પુલ પર આવી છે. જોકે તેને સુઝબુઝ વાપરીને પહેલાથી જ પોલીસને સંપર્ક કરી લીધો હતો. અને મહિલા કોઈ આત્યંતિક પગલું ભરે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવી હતી. આ પહેલા પણ માર્ચ મહિનામાં આ જ રીતે હોપ પુલ પરથી 38 વર્ષની એક મહિલા તાપીમાં મોતની ચલલંગ લગાવવા જઈ રહી હતી. તે સમયે પણ ત્યાંથી પસાર થઇ રહેલા એક રિક્ષાચાલક દ્વારા આ મહિલાને બચાવી લેવામાં આવી હતી.થોડા સમય પહેલા જ અમદાવાદમાં આયેશા નામની યુવતીએ પોતાની વ્યથા ઠાલવીને કરેલા આપઘાતની ઘટના હજી તરોતાજા છે. ત્યારે હવે રિક્ષાચાલકની સૂઝબૂઝથી સુરતમાં આ મહિલાનો જીવ બચી ગયો છે તેવું કહી શકાય.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત