હિંમતનગર કૉલેજમાં ગુજરાતી સાહિત્ય પરિષદે વ્યાખ્યાનમાળા યોજી

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ.એસ. મહેતા આર્ટસ ઍન્ડ એમ. એમ. પટેલ કૉમર્સ કૉલેજ , હિંમતનગર અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ” અનુસ્વારના નિયમો ” વિષય પર
કે.બી.વ્યાસ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી. આ વિષય પરના નિષ્ણાત વક્તા તરીકે ગુજરાત કૉલેજ, અમદાવાદ અને આકાશવાણીનાં જાણીતાં ઉદ્ઘોષિકા ડૉ. નિયતિ અંતાણી ઉપસ્થિત રહી રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રસાર મંત્રી ડૉ. ધ્વનિલ પારેખ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત કાર્યકારી આચાર્યશ્રી ડૉ. એ.પી. સોલંકીએ તથા શાબ્દિક પરિચય ડૉ. ડી.બી. પટેલિયા આપ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ ડૉ. ઉત્પલ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રુપા ભટ્ટે કર્યું હતું. કૉલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :અર્જુનભાઈ ભાટ