રીંછડી માર્ગ પર આવેલા શીતળા માતાજીનાં મંદિરે ધજા ચઢાવવામાં આવી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ્યા યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે અંબાજી ખાતે મા અંબા ના મંદિર સિવાય વિવિધ દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે જ્યારે આજે શીતળા સાતમ નો પાવન પર્વ હોઇ અંબાજી ખાતે પણ શીતળા માતાના નાના-મોટા વિવિધ મંદિરો આવેલા છે ત્યારે રીંછડી માર્ગ પર પ્રાચીન શીતળા માતા નું નાનું મંદિર આવેલું છે આજે શિતળા સાતમ હોઇ અહિ પાસે આવેલી ક્રિષ્ના બંગ્લોજ ના લોકો દ્વારા ઢોલ વગાડી મંદિર પર ધજા ફરકાવવામાં આવી હતી.
શક્તિપીઠ અંબાજી ખાતે ભાટવાસ, બાલાજી નગર, રીંછડિયા રોડ, હરણેશ્વર મહાદેવ, આબુરોડ માર્ગ પર નાના મોટા શીતળા માતાના મંદિર આવેલા છે, ત્યારે આજે શીતળા સાતમ હોઇ રીંછડીયા માર્ગ પર ક્રિષ્ના બંગ્લોઝ આગળ શીતળા પ્રાચીન માતાના મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી અનેવર્ષો જૂની પરંપરાને સાચવી રાખવા માટે ધજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા સાથે નાસીક ઢોલ વગાડી પરિક્રમા કરી મંદિર આગળ નાસીક ઢોલ સાથે ધજા ચઢાવવામાં આવી હતી. આજે સાંજે શીતળા માતાની આરતી પણ કરવામાં આવશે