ડ્યૂરેક્સ દ્વારા ડ્યૂરેક્સ એક્સ્ટ્રા-થીન સુગંધીદાર કોન્ડોમ સાથે પ્રથમ વખત ‘મેડ ઇન ઇન્ડિયા’ ઇનોવેશનનો પ્રારંભ

~નવા અભિયાન –#EndBedroomDistancing– દ્વારા પોતાના ગ્રાહકોને એકબીજાની વધુ નજીક લાવવાનું ડ્યૂરેક્સનું લક્ષ્ય
દુનિયાની નંબર 1 જાતીય સુખાકારીની બ્રાન્ડ ડ્યૂરેક્સ દ્વારા સુગંધીદાર કોન્ડોમ (નિરોધ)ની શ્રેણીમાં તેમના ડ્યૂરેક્સ એક્સ્ટ્રા-થીન (વધુ પાતળા) કોન્ડોમ સાથે પ્રથમ વખત “મેડ ઇન ઇન્ડિયા” ઇનોવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શ્રેણી ગ્રાહકોની પ્રાધાન્યતાઓ અને પ્રતિભાવોના આધારે ચોકલેટ, સ્ટ્રોબેરી અને બબલગમ એમ ત્રણ વિશિષ્ટ સુગંધમાં ઉપલબ્ધ થશે. પ્રેક્ષકોના દિલની વાતના આધારે, આ પ્રોડક્ટ સુગંધીદાર કોન્ડોમ પસંદ કરતા પોતાના ગ્રાહકોને એકબીજાની વધુ નજીક લાવવાનો ઉદ્દેશ ધરાવે છે, વધુ ઉત્તેજક અને ચરમ આનંદ અપાવતી પ્રોડક્ટ છે. ડ્યૂરેક્સ એક્સ્ટ્રા-થીન સુગંધીદાર કોન્ડોમની પ્રોડક્ટનું લોન્ચિંગ અભિયાન #EndBedroomDistancing એવા વપરાશકર્તાઓના અનુભવ પર આધારિત છે જેઓ તેમના સુગંધીદાર કોન્ડોમથી કંઇક વિશેષ ઇચ્છે છે.
રેકિટના દક્ષિણ-એશિયા હેલ્થ એન્ડ ન્યૂટ્રીશનના રિજનલ માર્કેટિંગ ડાયરેક્ટર શ્રી ડિલેન ગાંધીએ જણાવ્યું હતું કે, “ભારતમાં કોન્ડોમના કુલ વેચાણમાંથી 60 ટકા કરતાં વધારે વેચાણ સુગંધીદાર શ્રેણીમાં થાય છે ત્યારે, મુખ્યત્વે પ્રોડક્ટ ઇનોવેશન પર નહીં પરંતુ સુગંધીદાર કોન્ડોમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે આ વિભાગમાં ગ્રાહકોની ઉત્તેજના સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવી આપે છે. એક વૈશ્વિક અગ્રણી તરીકે, ડ્યૂરેક્સ પોતાના ડ્યૂરેક્સ એક્સ્ટ્રા-થીન સુગંધીદાર કોન્ડોમ સાથે પોતાની રીતે અનોખા “મેડ ઇન ઇન્ડિયા” ઇનોવેશનનું લોન્ચિંગ કરીને આ સમસ્યાઓનો ઉકેલ આપે છે અને પાતળા કોન્ડોમનું ઉત્પાદન કરવાની અમારી તજજ્ઞતા અને શ્રેષ્ઠતાનો તેમાં સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ ડ્યૂરેક્સ માટે દુનિયામાં સૌપ્રથમ વખત થયેલું લોન્ચિંગ છે જેમાં બેડરૂમમાં સૌથી જરૂરી એવી ઉત્તેજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. #EndBedroomDistancing અંગે કરાયેલા સંવાદના આધારે, અમે ગ્રાહકોને ઇનોવેશન સાથે કલ્પનાની મર્યાદાઓ તોડવામાં મદદ કરવા માટે વચન આપીએ છીએ.”
ડ્યૂરેક્સની પ્રોડક્ટ શ્રેષ્ઠતા અને અસરકારકતા સ્થાપિત કરતી વખતે ડ્યૂરેક્સનું 360 ડિગ્રી મલ્ટિ-ટચપોઇન્ટ અભિયાન ‘#EndBedroomDistancing’ બેડરૂમના અનુભવને સર્વાંગી રીતે બહેતર બનાવવા માટે શારીરિક અને માનસિક ઉત્તેજના પર
કેન્દ્રિત છે.
ક્રિએટીવ સ્ટ્રેટેજી અંગે ટિપ્પણી કરતા હેવેસ ગ્રૂપ ઇન્ડિયાના ચેરમેન અને ચીફ ક્રિએટિવ ઓફિસર બોબી પવારે જણાવ્યું હતું કે, “ડ્યૂરેક્સના તાજેતરના ઇનોવેશનના લોન્ચિગ માટે, અમે રસપ્રદ કોયડાનો સામનો કર્યો. જેઓ હાલના સુગંધીદાર કોન્ડોમથી સંતુષ્ટ હોય તેવા યુગલોને જાડાઇના કારણે કોઇ સમસ્યા છે? સારું, સાચી ડ્યૂરેક્સ ફેશનમાં અમે વાર્તાલાપ શરૂ કરવા માટે વર્તમાન સામાજિક ધોરણોમાં એક તુક્કો માર્યો. અને અમે દરેક જગ્યાએ બેડરૂમમાં જોવા મળતા અંતરને પણ દૂર કરી દીધું. એકવાર અમને સોશિયલ મીડિયા પર #EndBedroomDistancing અંગે લોકો વાતચીત કરતા થઇ જાય એટલે અમે ટીવી સ્પોટ લોન્ચ કરીશું જેમાં કેવી રીતે ડ્યૂરેક્સ એક્સ્ટ્રા થીન સુગંધીદાર કોન્ડોમ કામ કરે છે અને કેવી રીતે તમને વધુ નજીક હોવાનો અહેસાસ કરાવતી ફ્લેવર આપે છે તેને રૂપક શૈલીમાં રજૂ કરીશું. અભિયાનના ત્રીજા કાર્યમાં ચતુરાઇપૂર્ણ મેમ્સ અને પ્રભાવશાળી પોસ્ટ્સ રજૂ કરવાનું સામેલ છે.”
TVC લિંક: https://www.youtube.com/watch?v=10fRuRwzAMg
પ્રોડક્શન હાઉસ: બેંગ બેંગ –ભારતની આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કંપની
ડાયરેક્ટર: લોઇડ બાપ્ટિસ્ટા
ક્રિએટિવ એજન્સી: હેવેસ ક્રિએટિવ, ઇન્ડિયા
ડ્યૂરેક્સ એક્સ્ટ્રા –થીન સુગંધીદાર કોન્ડોમ TVC બતાવે છે કે, વધુ પાતળા કોન્ડોમ, બહેતર અનુભવ આપે છે. કોન્ડોમની તદ્દન નવી શ્રેણી –ભારતના સૌથી પાતળા સુગંધીદાર* કોન્ડોમ** દ્વારા હવે તમારી મનપસંદ સુગંધ સાથે વધારે પાતળા આવરણનો અહેસાસ મેળવો તેવ સંદેશ સાથે તે સમાપ્ત થાય છે. આ કોન્ડોમ તમામ સ્ટોર અને ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. નવી શ્રેણી ચોકલેટ, સ્ટ્રોબેરી અને બબલગમ એવી ત્રણ વિશિષ્ટ સુગંધમાં ઉપલબ્ધ છે, જે INR 50માં 3ના પેકમાં મળે છે. ભારતમાં, ડ્યૂરેક્સ પોતાના ‘ધ બર્ડ્સ એન્ડ બીઝ ટોક’ કાર્યક્રમ દ્વારા જાતીય આરોગ્ય અને સુખાકારી અંગે લોકોમાં જાગૃતિ વધારવા પર ધ્યાન આપે છે.