રાજકોટ ના રામપાર્કમાં દારૂની મહેફિલ માણતા ૨ શખ્સોને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ ના કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે રામપાર્કમાં દારૂની મહેફિલ માણતા ૨ શખ્સોને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.
રાજકોટ માં કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે આવેલ રામપાર્કમાં શેરીનં-૨ માં હરભોલે મકાનમાં દારૂનું મહેફિલ ચાલુ હોવાની બાતમી મળી હતી. જેના આઘારે ક્રાઈમ બ્રાંચના P.I વી.કે.ગઢવીની સુચનાથી હેડ.કોન્ટેબલ અંશુમનભાઈ ગઢવી અને દીપકભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. હરભોલે મકાનમાં રૂમમાં જોર જોરથી ગીત વગાડી ડાન્સ કરતા અને દારૂની મહેફિલ માણતાં મૂળ વિરપુરના સતીમાતાના મંદિર પાસેના રહેતા રાજકોટમાં ભટ્ટભાઈના મકાનમાં ભાડે રહેતા કોટેચા ચોક પાસે સ્પા ચાલવતા અજય વિજયભાઈ ખખ્ખર ઉ.૨૬ નામના લોહાણા શખ્સ અને સ્પામાં તેની સાથે કામ કરતા તેના કર્મચારી વીરપુરના રોહન દિનેશ મકવાણા ઉ.૨૩ નામના કોળી શખ્સની ધરપકડ કરી. તેના ઘરે થી ૩૫૦ મિલી અલગ અગલ બોટલમાં ભરેલી દારૂ તેમજ બાયટીંગ સહીતન રૂ.૫૦૩૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. અજય અને રોહન બન્ને છેલ્લા ઘણા વખતથી રાજકોટમાં રામપાર્કમાં શેરીનં-૨ માં હરભોલે મકાન ભાડે રાખ્યું હતું. તેમજ કોટેચા ચોક પાસે સ્પા પણ ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.