રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી.
રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. ડેન્ગ્યુ મચ્છર આપણા ઘરો તથા કામકાજના સ્થળે સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા લાર્વા એ મચ્છર ના બચ્ચા છે. જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો પુખ્ત મચ્છર થાય તે ૫હેલા ત્વરિત તેનો નાશ કરવો જરૂરી છે. ચોમાસા દરમ્યાન છત અને છાપરા ઉપર પડેલો કાટમાળ, ટાયર વગેરે દૂર કરવા અને બીનજરૂરી ૫ક્ષીકુંજને ઊંધાંવાળી દેવા. છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું. વરસાદ રોકાયા બાદ અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નીકાલ કરવો. તપાસેલ અન્ય પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ. લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ જેમાં (૧) ”મનેશ્વર મહાદેવ” મંદિર, મહેશ્વરી સોસાયટી ૧, ર, પ્રણામી ચોક વોર્ડનં.૬, (ર) ડ્રિમ ઇન્ડીયા શાળા, નારાણનગર વોર્ડનં.૧૭, (૩) મહાવીર પાર્ક વોર્ડનં.૮, (૪) જનકપુરી સોસાયટી (મંદિર), (૫) સ્વાતી હાઇટર્સ, સ્વાતી સોસાયટી (૬) મનસાતીર્થ એપા. ગીતાનગર ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.