ડભોઇ પટેલ વાગાની સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વ્રત રાખી કેવડાત્રીજ ની પૂજા-અર્ચના કરાઇ

હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ કેવડા ત્રીજ તરીકે ઉજવાય છે. કેવડા ત્રીજ એ સૌભાગ્યવતી મહિલાઓ માટે એક મહત્ત્વનો તહેવાર છે આ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે અને અપરિણીત યુવતીઓ ઈચ્છિત પતિ મેળવવા માટે નિર્જળા વ્રત રાખીને શિવ- ગૌરી ની ઉપાસના કરે છે જ્યારે આ તહેવારને ભાદરવા સુદ ત્રીજના પર્વ તરીકે પણ ઉજવાય છે.
જેના ભાગરૂપે ડભોઈ પટેલ વાળા ખાતે રાઠોડ સ્ટુડિયો ની પાછળ આવેલ ફળિયામાં રહેતા વંદિતાબેન ભટ્ટ,પ્રજ્ઞાબેન ભટ્ટ, દિપ્તીબેન ભટ્ટ, અનિતાબેન જોષી, તથા અન્ય મહિલાઓ દ્વારા મુકેશભાઈ જોશી મહારાજ ના નેતૃત્વ હેઠળ અનેક સામગ્રીઓ સાથે પૂજા-અર્ચના કરી પૂજા સંપન્ન કરાઈ. સાથે મહારાજ મુકેશ જોષી દ્વારા જણાવ્યું હતું કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવને પતિના સ્વરૂપમાં મેળવવા માટે માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું આથી આ વ્રતનું મહત્વ વધી જાય છે ત્યારે પાર્વતીજીના તપ અને આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્નીના સ્વરૂપમાં સ્વીકાર કર્યા હતા.
કેવડા ત્રીજના દિવસે મહિલાઓ આખો દિવસ માત્ર પાણી પીધા વગર વ્રતનું પાલન કરે છે અને વ્રતના બીજા દિવસે જ પાણી ગ્રહણ કરે છે કેવડાત્રીજ ની રાત્રે મહિલાઓ જાગરણ કરીને ભજન કીર્તન કરે છે. આ વ્રતમાં શંકર ભગવાન અને માતા પાર્વતીની મૂર્તિ બનાવીને તેમની પૂજા થાય છે જ્યારે ઉપસ્થિત મહિલાઓએ આ વ્રતમાં સિંદૂરની ડબ્બીમાં સૌભાગ્યની બધી જ વસ્તુઓ મૂકી ને માતા પાર્વતીને સમર્પિત કરી તેમજ શિવજીને ધોતી અને અંગોછા ચઢાવી પૂજા અર્ચના કરી મહિલાઓ પોતાના સ્વજનો અને વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા
👇🏼
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947