રાજપીપલામા ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી

રાજપીપલામા ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી
Spread the love

રાજપીપલામા ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી

રાજપીપલા : સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિ પીઓપી અથવા માટીમાથી બનાવાતી હોય છે. પરંતુ ગાયના છાણમાથી ગણેશજીની મૂર્તિ બનાવી હોય એવુ ક્યારેય સાંભળ્યું છે? હા, રાજપીપલા ના શ્રીજી મેડિકલ સ્ટોરના માલિક રાજેન્દ્ર પટેલે
ગાયના છાણમાંથી પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી નાનકડી ગણેશનીમૂર્તિ બનાવી સંતોષ ચાર રસ્તા પાસે મંડપમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે

રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આપણે બધીજે મૂર્તિઓ લાવીએ છીએ તે પીઓપીની હોય છે.જે પાણી માં વિસર્જન કરીએ ત્યારે પાણી માં ઓગળતી નથી. પણ મેં ગાયના છાણમાથી મૂર્તિબનાવી લોકોને પરીઆવરણનો મેસેજ આપવા માંગુ છું.ગાયના છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે. અને પ્રદુષણ પણ થતું નથી.પીઓપીની મૂર્તિ નદી તળાવમા વિસર્જન કરવાથી જળ સૃષ્ટિને નુકશાન થાય છેતેથી નદીમાં વિસર્જન ન કરતા ઘરમાં જ ડોલમાં સાદા પાણીમાં વિસર્જન કરશું.

એક નવતર પ્રયોગ ગાયનાં છાણમાંથી મૂર્તિ બનાવેલી છે અને સુંદર મૂર્તિ એમણે ઘરે જ બનાવી અને પેઇન્ટિંગ કરીસ્થાપિત કરી છે.અને હવે આનંદ ચૌદશના દિવસે એ જ મૂર્તિ ડોલમાં વિસર્જિત કરી પછી એ પાણી તુલસીના ક્યારામાં કે ફૂલ ઝાડમા છોડી દેવામાં આવશે.આ એક અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ કરી શકાય. આવી રીતે પ્રત્યેક નાગરિક પીઓપી નો ઉપયોગ બંધ કરે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપનાં કરી ઘરેજ વિસર્જિત કરે તો નદીને પ્રદુષિત થતી બચાવી શકાય. દરેક ગણેશભક્તોએ પ્રેરણા લેવા જેવું તો ખરૂ.

 

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!