માતૃશ્રી જોઈતીબા એજ્યુકેશનલ કેમ્પસ, સેક્ટર-૭ ખાતે વિશ્વ ફેન્સીંગ દિવસની ઉજવણી કરવામાં આવી.

માતૃશ્રી જોઈતીબા એજ્યુકેશનલ કેમ્પસ, સેક્ટર-૭ ખાતે વિશ્વ ફેન્સીંગ દિવસની ઉજવણી કરવામાં આવી.
Spread the love

ફેન્સીંગ એસોસીએશન ગાંધીનગર અને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના સંયુક્ત ઉપક્રમે અખિલ આંજણા કેળવણી મંડળ સ્પોર્ટસ એકેડમી અને ગુજરાત સ્પોર્ટસ એકેડમીના સહયોગથી માતૃશ્રી જોઈતીબા એજ્યુકેશનલ કેમ્પસ, સેક્ટર-૭ ખાતે વિશ્વ ફેન્સીંગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પેરા ઓલમ્પિકમાં બેડમિન્ટન રમતમાં ભાગ લેનાર ગુજરાત પ્રથમ પ્રથમ ખેલાડી અને અર્જુન એવોર્ડી એવા પારૂલબેન પરમાર, ફેન્સીંગ એસોસીએશન ગાંધીનગરના પ્રમુખ સંજીવ મહેતા, ફેન્સીંગ એસોસીએશન ઓફ મહેસાણાના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, ફેન્સીંગ રમતમાં વર્લ્ડકપમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ ખેલાડી એવી માણસા તાલુકાના હિંમતપુરા ગામની ખેલાડી રીતુબેન ચૌધરી, માતૃશ્રી જોઈતીબા કોલેજ કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર યશવંતભાઈ ચૌધરી, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર માસના બીજા શનિવારને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફેન્સીંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી ખેલાડીઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે. જેના ભાગરૂપે ફેન્સીંગ એસોસીએશન ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ફેન્સીંગ રમતના ખેલાડીઓનું સન્માન કરવામાં આવેલ જેમાં ગાંધીનગરના અને ગઈકાલે જ પેરા ઓલમ્પિકમાં ભાગ લઈ ટોક્યો થી પરત આવેલ ગાંધીનગરના રમતગમત ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પારૂલબેન પરમારનું સન્માન કરવામાં આવેલ, તેમજ ફેન્સીંગ રમતમાં વર્લ્ડકપમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ ખેલાડી એવી માણસા તાલુકાના હિંમતપુરા ગામની ખેલાડી રીતુબેન ચૌધરી, ફેન્સીંગ રમતમાં સરદાર પટેલ એવોર્ડ મેળવનાર ગાંધીનગરની પ્રથમ ખેલાડી પાર્વતીબેન ઠાકોર, ફેન્સીંગ રમતમાં નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટસ ખાતે ડિપ્લોમા ઈન સ્પોર્ટસ કોચીંગનો અભ્યાસ કરી કોચની પદવી મેળવનાર ગુજરાતના પ્રથમ હિંમતજી ઠાકોર, પ્રથમ મહિલા ફેન્સીંગ કોચ કિંજલબેન ઠાકોર, વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર ફેન્સીંગ ટ્રેનર હાર્દીકજી ઠાકોર અને ફેન્સીંગ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ મેળવનાર ૧૨ ખેલાડીઓનું સન્માન કરવામાં આવેલ હતુ.
આ પ્રસંગે ફેન્સીંગ એસોસીએશન ગાંધીનગર ના પ્રમુખ સંજીવ મહેતાએ ખેલાડીઓને સ્વામી વિવેકાનંદના મુલ્યો સમજાવી જુસ્સો ભર્યો હતો. જ્યારે મુકેશભાઈ ચૌધરીએ ખેલાડીઓને આગળ વધવા માટે સહાયરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. પારૂલબેન એ ખેલાડીઓ સાથે પોતાની જીવન સાધના વિશે વાત કરી ખેલાડીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્ર અને ફેન્સીંગ એસોસીએશન ગાંધીનગરના મંત્રી ભરતજી ઠાકોરે ખેલાડીઓને આગળ વધવા પારૂલબેન અને રીતુ ચૌધરી માંથી પ્રેરણા લેવા જણાવેલ અને ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિલ્લોલબેન સાપરીયા, હેતલ ઠાકોર, પાર્થ શિન્દે, અર્જુન ચૌહાણ અને વિશાલ ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!