જીપીએસસી પાસ કરનારા રાજુભાઇ એ વીઆઇપી અને ધર્મા હોટલ મા નોકરી કરી હતી, મહેનત કરનારાની જીત થાય જ છે!

શકિતપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટુ શક્તિપીઠ છે, અંબાજી ખાતે માં અંબા નુ પ્રાચીન અને પવિત્ર મંદીર આવેલુ છે અને આ મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. આ ધામ મા વિવિઘ સમાજના લોકો વસવાટ કરે છે, જે ભણે તે આગળ વધે અને જે વાતો ના વડા કરે તે આગળ વધી શકતા નથી. અંબાજી ખાતે ઘણા યુવાનો મહેનત કરી દેશ અને વિદેશમા પોતાનુ નામ રોશન કર્યું છે, ત્યારે તાજેતરમાં અંબાજીનો યુવાન જીપીએસસી પરીક્ષામા સમગ્ર ગુજરાતમાં 93 મા રેન્ક થી પાસ કરી રબારી સમાજ અને અંબાજી નુ નામ રોશન કર્યું છે ત્યારે આ રાજુભાઈ ભલાજી કાલેર (રબારી)10 સપ્ટેમ્બર ના રોજ દમણ થી અંબાજી આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજી ખાતે ગરીબ પરિવાર માથી આવતો રાજુભાઇ રબારી નો જન્મ 1/5/1998 ના રોજ થયો હતો. અંબાજી ના ગબ્બર માર્ગ પર આવેલા રબારી વાસ મા રહીને તેમણે અંબાજી ની સરકારી શાળામા અભ્યાસ કર્યો હતો અને બી કોમ 2018 મા પાસ કરી માસ્ટર ડિગ્રી 2020 મા પૂર્ણ કરી હતી. ગરીબી મા જન્મેલો આ યુવાન ભણવાની સાથે સાથે પોતાના પરીવાર ને મદદ કરવા માટે તે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો અને પોતાના પરિવારને મદદ રૂપ થતો હતો. હાલમાં તે દમણ ખાતે ફોરેસ્ટ ગાર્ડ ની નોકરી કરી રહયો છે. આવનારા સમયમાં તે ગુજરાત ના સારા શહેર મા ઉચ્ચ હોદ્દા પર નોકરી પર બેસશે ત્યારે અંબાજી મા રહેતાં તેના ગરીબ મા બાપ મા માટે સૌથી ગૌરવ વાળો દીવસ હશે.
@@ વીઆઇપી અને ધર્મા હોટલમા પાર્ટ ટાઈમ નોકરી કરી @@
અંબાજી નુ નામ રોશન કરનાર રાજુભાઇ રબારી નો ભૂતકાળ પરિસ્થિતિ સામે લડવા માટે થયો હોય તેમ તેમણે ખૂબ પરિશ્રમ કર્યો હતો અને મોબાઇલ નો ઉપયોગ પણ ખૂબ ઓછો કર્યો હતો અને જીપીએસસી પરીક્ષા મા સુંદર દેખાવ કર્યો હતો અને આવનારા સમયમાં સારી પોસ્ટ પર નોકરી કરી ગુજરાત નુ નામ રોશન કરશે.
રાજુભાઇ રબારી અંબાજી શક્તિદ્વાર સામે આવેલી વીઆઇપી ડાઇનિંગ હોલ મા 3 વર્ષ પાર્ટ ટાઇમ નોકરી કરી હતી અને ભવાની પેટ્રોલ પંપ પાસે આવેલી ધર્મા હોટલ મા પણ 5 વર્ષ પાર્ટ ટાઈમ નોકરી કરી હતી. આજે રાજુભાઇ રબારી એ આ હોટેલની મુલાકાત લઇ પોતાના ભૂતકાળ ના સ્મરણો યાદ કર્યા હતા.