આજે ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લામાં ૨૦ સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે
*આજે ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લામાં ૨૦ સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે*
*૧૦૦ % વેક્સિનેશન પૂર્ણ કરનારા ૨૩૬ ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરાશે*
*જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ચાર યોજનાના લાભાર્થીઓને લાભો અપાશે*
અમરેલી તા. ૧૬ સપ્ટેમ્બર, આજે તા. ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લાના નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ એમ કુલ ૨૦ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલા ૨ યોજનાના લાભાર્થીઓને, ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત ૧૦૦ % વેક્સિનેશન પૂર્ણ કરનારા ૨૩૬ ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરાશે. અમરેલી નગરપાલિકા, શહેર અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો સવારે ૧૧ વાગ્યાથી દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ, બીઆરસી ભવન તાલીમ કેન્દ્ર અને સગર જ્ઞાતિની વાડી ચિતલ ખાતે યોજાશે.
નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જનહિતલક્ષી કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે યોજાય તે માટે સબંધિત અધિકારીશ્રીઓની વિવિધ સમિતિઓ બનાવી અધ્યક્ષ અને સભ્ય સચિવની નિમણુંક કરવામાં આવી છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947