બોટાદ માં વીજ સલામતી અને ઉર્જા બચત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
બોટાદ જીલ્લામાં પ્રજાજનોમાં વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવાઈ તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું
બોટાદ પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની બોટાદ વર્તુળ કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાજનોમાં વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે તાજેતરમાં અધિક્ષક ઈજનેર પી.જે.મહેતાના અધ્યક્ષસ્થાને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આશરે ૨૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ નગરજનોમાં વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ આવે તે માટે પેમ્ફલેટનું વિતરણ કરી સફળતા પૂર્વક રેલી પૂર્ણ કરવામાં આવી હતી.
રિપોર્ટ-વિપુલ લુહાર