કેશોદ પંથકમાં રોગચાળાને કારણે દવાખાનાઓમાં દર્દીની ભારે ભીડ

કેશોદ પંથકમાં રોગચાળાને કારણે દવાખાનાઓમાં દર્દીની ભારે ભીડ
Spread the love

કેશોદ પંથકમાં રોગચાળાને કારણે દવાખાનાઓમાં દર્દીની ભારે ભીડ
કેશોદ તાલુકામાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યોછે સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવ સહીતના દરરોજ ચારસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે આવેછે. કેશોદ તાલુકામાં થોડા દિવસોમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યોછે કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહીછે શરદી ઉધરસ તાવ સહીતના દરરોજ ચારસો જેટલા દર્દીઓ સારવાર અર્થે આવેછે કેશોદ તાલુકામાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના ચારસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે આવેછે કેશોદ તાલુકામાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રો ખાનગી હોસ્પિટલો સહીત અન્ય જગ્યાએ સારવાર લેતા દર્દીઓની  સંખ્યા કેટલી હશે? એ બાબતે કલ્પના કરી રોગચાળા અંગે ગંભીરતા રાખવી રોગચાળો અટકે તેવી સૌએ કાળજી રાખવી જોઈએ
રહેણાકની આસપાસ સફાઇ રાખવી ખૂબ જરૂરી
ચોમાસા દરમિયાન દર વર્ષે રોગચાળો વધુ વકરેછે ત્યારે લોકોએ પણ જાગૃતતા દાખવી ઘરની આજુબાજુ વરસાદી પાણી લાંબો સમય સુધી ભરાયેલા રહેતા હોય જેમાં મચ્છરનો ઉપદ્રવ થતાં લોકો બિમારીનો ભોગ બનેછે જેથી લોકોએ પણ કાળજી રાખી સ્વચ્છતા રાખવી જોઈએ વાસી અને ખુલ્લો ખોરાકનુ સેવન ન કરવુ જોઈએ સામાન્ય શરદી ઉધરસ તાવ હોય તો તાત્કાલિક નજીકના દવાખાને સારવાર લેવી હિતાવહછે

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!