વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા લીડરશીપ ડેવલપમેન્ટ વર્કશોપ યોજાયા

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા
લીડરશીપ ડેવલપમેન્ટ વર્કશોપ યોજાયા
વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત પ્રાંત યુથ વીંગના માર્ગદર્શનમાં કોલેજ યુથ માટે રાજ્યભરમાં લીડરશીપ વર્કશોપ યોજાય રહ્યાં છે. એ અંતર્ગત પાલિતાણા શાખા દ્વારા તા.25, 26 સપ્ટેમ્બર દરમિયાન શ્રી એલ. પી. સવાણી સતુઆબાબા બીસીએ કોલેજ અને શ્રીમતી પી. એન. આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય નેતૃત્વ વિકાસ કાર્યશાળાનુ આયોજન થયું. ઉત્સાહ સાથે સક્રિયપણે સહભાગી 72 યુવાનોમાં ,રમત ચર્ચા ,નાટય અભિવ્યક્તિ ,સમૂહ પ્રવૃત્તિ દ્વારા નેતૃત્વ ક્ષમતાને નિખારવાનો નિષ્ઠાયુક્ત પ્રયાસ સંચાલન ચમુ દ્વારા થયો. સાહસ- દેશપ્રેમ અને સેવા ભાવનાવાળા કાર્યો વડે યુવાનનીને સાર્થક કરવાના આહ્વાન સાથે કાર્યશાળાનું સમાપન થયું. નિયમિત રચનાત્મક કાર્યોથી સમાજનું સક્રિય નેતૃત્વ કેમ કરી શકાય એ જાણી સમજી યુવાનોએ અનુભવકથનમાં સાચી દિશામાં કાર્યરત થવાનો મનોરથ વ્યક્ત કર્યો. કાર્યશાળાને સફળ બનાવવા વી. કે. પાલિતાણા નગર યુવા ટીમે પૂર્વ નીયોજન પૂર્ણ નીયોજન કરેલ.