રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા નોનવેજ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું

રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા નોનવેજ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું.
રાજકોટ માં મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા ગોંડલ રોડ પર કીયા કાર શો-રૂમમાં મુકવામાં આવેલા ચા-કોફીના વેન્ડિંગ મશીનમાં જીવાત નિકળતી હોવાની ફરિયાદો મળતા કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. બાદમાં ફૂડ લાયસન્સ અને હાઈઝેનિંક કંડીશન અંગે નોટિસ ફટકારી હતી. આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સર લાખાજીરાજ રોડ પર ઈકબાલ રેસ્ટોરન્ટમાંથી પ્રિપેડ લુઝ ચીકન મસાલા શાક અને જવાહર રોડ પર હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી કીપેડ લુઝ ચીકન બોટી મસાલા શાકનો નમુનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. સંતકબીર રોડ પર દૂધેશ્ર્વર હોકર્સ ઝોનમાં આરતી પાણીપુરી, ભોલેનાથ ઘુઘરા, હરભોલે પાણીપુરી, બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ, જય અંબે પુરીશાક, આશાપુરા મસાલા કોન, જય અંગે દાળ પકવાન, જલારામ ભેળ સેન્ટર, રામદેવ મસાલા કોન, શિવશક્તિ કચ્છી દાબેલી, આરતી પાણીપુરી, ત્રિવેણી ગેટ હોકર્સ ઝોનમાં જય ઠાકર રોટલા-રોટલી, ખોડીયાર ભેળ સેન્ટર, મોમાઈ હોટલ, ક્રિષ્ના દાળ પકવાન, મલક ભટેટા-ભુંગળા સેન્ટર, મીલન ચોરાફળી, ભાનુભાઈ ડાંગર સહિત કુલ-૧૯ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.