નાંદોદ તાલુકાના કુમસગામ ના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન

નાંદોદ તાલુકાના કુમસગામ ના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન
Spread the love

નાંદોદ તાલુકાના કુમસગામ ના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન

શાળા કોલેજ જતા ગામના 50થી વધુ વિદ્યાર્થીઓએ તેઓનો જુના બસ રુટ ની માંગ કરી કલેકટરને આવેદન આપ્યું.

માંગણી નહી સંતોષાય તો બસડેપો આગળ ધરણા કાર્યક્રમની આપી ચીમકી

કોરોના બાદ માંડ શાળાકોલેજ શરૂ થતાં બસોના ધાંધિયાથી વિધાર્થીઓ પરેશાન

બસનાઠેકાણા ન હોવાથી વિધાર્થીઓને ખાનગી વાહનમા જોખમી મુસાફરી કરવાનો વારો આવ્યો

બસના પાસ બન્યા શોભાના ગાંઠિયા સમાન

રાજપીપલા : કોરોના બાદ માંડ નર્મદા જિલ્લામાં માંડ શાળાકોલેજો શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ શાળાએ જતા થયાં છે પાણ આજુબાજુ ના ગામડેથી અપડાઉન કરતાં વિધાર્થીઓ ને સમયસર બસો ન મળતી હોવાથી બસોના ધાંધિયાથી વિધાર્થીઓ પરેશાન થયાં છે. આવાજ નાંદોદતા લુકાના કુમસગામના વિદ્યાર્થીઓનેના છૂટકે કરવાની રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી.શાળા કોલેજ જતા કુમસગામના 50થી વધુ વિદ્યાર્થીઓએ તેઓનો જુના બસ રુટ ની માંગ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યુંહતું.

આ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે કુમસગામના
50થી વધુ વિદ્યાર્થીઓ કે જેઓહાઇસ્કુલ,કોલેજ,આઇ.ટી.આઇ મા અભ્યાસ અર્થે મુખ્ય મથક રાજપીપળા ખાતે અપડાઉન કરે છે. પરંતુ કોરોના બાદ શાળા કોલેજ શરુ થતા બાળકોએ શાળાએ જવાનુ શરુતો કર્યું,પરંતુ બસનાઠેકાણા ન હોવાથી બસના અભાવે વિધાર્થીઓને ખાનગી વાહનમા જોખમી મુસાફરી કરવાનો વારો આવ્યો છે.ખાનગી વાહનમા મુસાફરી કરવાથી વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન ભોગવવું પડે છે.બસનો પાસ હોવા છતા ખાનગી વાહનનો સહારો લેવો પડતા પૈસા ખર્ચીને લીધેલો બસ પાસ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયો છે. જેને કારણે બસ પણ કામ આવતો નથી.આમ વિદ્યાર્થીઓને
ડબલ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે બસના અભાવે બાળકો સમય સર શાળા કોલેજ ન પહોચતા હોઈ તેઓના અભ્યાસ પર વિપરીત અસર થાય છે.શાળાએ સમયસર ન પહોંચે તો શાળા તરફથી ઠપકો સાંભળવો પડે છે. જયારે સાંજે સમયસર ઘરે ન પહોંચીએ અમારા માતા પિતા ઠપકો શાંભળવો આપે છે.બસોના ધાંધિયા ને કારણે વિદ્યાર્થીઓને સાંજે ઘરે પહોચતા સાંજના 8 થી 9વાગી જાય છે.અમારા માતા પિતા મોડા પહોંચવાને કારણે સતત ચિંતા સાથે અસુરક્ષિતતા નો ભાવ અનુભવે છે.આ સમસ્યાથી ત્રાસીને અમારે ના છૂટકે અમારે ના છૂટકે રસ્તારોકો આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.આજરોજ અમે સૌ વિદ્યાર્થીઓએ કલેકટર સાહેબ તેમજ બસ ડેપોમા રજૂઆત કરેલ છે.જો અમારી માંગણી ના સંતોષાય તો બસ,ડેપો આગળ ધરણાનો કાર્યક્રમકરવાનું ચીમકી આપી છે. સવાલ એ ઉભો થાય છે મેં બાળકો હવે ભણવાનું કામ કરશે કે આંદોલન કરશે?

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!