ડભોઇ મા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેકસીનેશન મહા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી

*ડભોઇ મા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેકસીનેશન મહા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી*
આજરોજ ડભોઇ શહેર માં 100% રસીકરણ થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવ્યું હતું.હજી પણ ઘણા લોકો એ રસી નો પ્રથમ ડોઝ લીધો નથી.કોરોના ની ત્રીજી લહેર ને રોકવા રસીકરણ એક માત્ર ઉપાય છે.માટે લોકો માં જાગૃતિ લાવવા અને કોરોના ને હરાવવા માટે દરેક નાગરિકોએ વેક્સિન જરૂરી છે ના સૂત્ર સાથે જન જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગ દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલી અર્બન હેલ્થ સેન્ટર રેલ્વે સ્ટેશન થી ટાવર ચોક,વડોદરી ભાગોળ, મુખ્ય બજારો, થઇ ભારત ટોકીઝ એ રેલી નું સમાપન કરાયું હતું.લોકો માં જનજાગૃતિ લાવવા માટે રેલી માં પોસ્ટર સાથે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ મુખ્ય બજારોમાં ફર્યા હતા. જેમાં જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન નીલેશ પુરાણી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ, તાલુકા હેલ્થ ઓફિસર ગુડિયા રાણી, ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન, ભાજપ મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા, સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તેમજ સ્ટાફ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાયા હતા.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ