ગઇકાલે બેડ ગામ નજીક નદીમાં સસોઈ ના વહેણ માં તણાઇ આવેલ શખ્સ જામનગરનો

જામનગર નજીક બેડ ગામે નદીમાંથી એક મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો દરમિયાનમાં પોલીસ તપાસમાં આ યુવાન ધરાનગરનો હોવાનું બહાર આવ્યું છે.
બેડ ગામે નદીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા સિક્કા પોલીસ દ્વારા કબજો સંભાળીને પીએમ વિધિ તથા ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાનમાં મરનાર હરદેવસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે.
જામનગરના ધરાનગર માં કેનાલ સામે કાંઠે રહેતા હરદેવસિંહ રાજમલજી જાડેજા ઉમર વર્ષ ૩૦ તારીખ ૨૮ના રોજ પોતાના ઘરેથી તેમના માસીના ઘરે સેવક ધુણીયા ગામે જવાનું કહીને નીકળ્યા બાદ રાત સુધી ઘરે પરત આવેલ ન હોય આથી તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાનમાં બેડ નદીના પાણીના પ્રવાહમાં તરતી હાલતમાં મળી આવતાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયાનું નોંધાયું છે.