થરાદ થી લાખણી ચાર માર્ગીય રસ્તો મંજૂર

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ના આપણા લોકપ્રિય ધારાસભ્ય સભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ ની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા થરાદ થી લાખણી સુધી ૧૮કિ.મી.ફોરલેન ( ચારમાર્ગીય) રોડ ની અગાઉ જે જાહેરાત થઈ હતી તેનો જોબનંબર ફાળવેલ છે. તથા વધારામાં ધારાસભ્ય ની રજુઆતથી થરાદ ચાર રસ્તાથી મલુપુર બાજુ ૨. કિલોમીટર બન્ને બાજુ સર્વિસ રોડ મંજુર કરેલ છે .તથા સાંકડા પુલને પણ ચારમાર્ગીય કરવા મંજુરી આપેલ છે. આમ કુલ રૂપિયા ૬૩ કરોડ ઉપરાંત ની રકમ મંજુર કરાવવા બદલ ધારાસભ્ય સાહેબનો જનતા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ