નશાની હાલતમાં ભાન ભૂલી ને આત્મહત્યા કરવા ગયેલ યુવતી ને સહી સલામત ઘરે પહોંચાડતી ૧૮૧ અભયમ બોટાદ ટીમ

નશાની હાલતમાં ભાન ભૂલી ને આત્મહત્યા કરવા ગયેલ યુવતી ને સહી સલામત ઘરે પહોંચાડતી ૧૮૧ અભયમ બોટાદ ટીમ
બોટાદ ના ખાણ વિસ્તાર માંથી એક યુવતી દ્વારા ૧૮૧ માં કોલ કરી જણાવતા કે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. જેથી બોટાદ ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર પરમાર હીના ને મહિલા કોન્સ્ટેબલ પૂજાબેન ગોસ્વામી તથા પાયલોટ નિલેશભાઈ ચુડાસમાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.જ્યાં આ યુવતી સાથે સતત ટેલીફોનીક સંર્પક માં રહી વાતચિત કરી ને શોધખોળ કરતા તેઓ ખાણ વિસ્તાર માંથી મળી આવેલ હતા. જ્યાં આ યુવતી સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે આ યુવતી ની માનસિક સ્થિતિ સારી ના હોય તેમજ નસાની હાલત માં હોવાથી તેઓ પોતાનું ભાન ભુલી ગયેલ હોય આથી આ સ્થળે આત્મહત્યા કરવાં પહોંચી ગયેલ હતા.જેથી ટીમ દ્વારા આજુબાજુ નાં વિસ્તાર માં આ યુવતીના પરિવારજનો ની શોધખોળ કરતાં આખરે તેઓનાં માતાપિતા નું રહેઠાણ નું સરનામું મળતા આ યુવતી ના માતાપિતાને સહી સલામત સોંપ્યા હતા. તેમજ તેઓના પરીવાર સાથે પરામર્શ કરી કાયદાકિય માહિતી આપેલ હતી ને તેમની જવાબદારી અંગે સમજણ આપેલ કે તેઓ તેમની દીકરી ની યોગ્ય સારવાર કરાવે તેમજ નશાની લત છોડાવવા માટે વ્યશન મુક્તિ કેન્દ્ર નો સંપર્ક કરે. આમ,૧૮૧ અભયમ બોટાદ ટીમ દ્વારા નશાની હાલતમાં આત્મહત્યા કરવા જતી યુવતી ને તેઓના પરીવાર ને શોધી ને સુરક્ષિત પોહચાડી મિલન કરાવી એક પ્રહશનીય કાર્ય કરેલ…
રિપોર્ટ-વિપુલ લુહાર