કપડવંજ કોલેજમાં “લીગલ અવેરનેસ” વિષયક વ્યાખ્યાન યોજાયું

*કપડવંજ કોલેજમાં “લીગલ અવેરનેસ” વિષયક એડવોકેટ દિનેશ પરમારનું વ્યાખ્યાન યોજાયું*
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ આર્ટસ એન્ડ વી.એમ પારેખ કોમર્સ કોલેજના કોમર્સ વિભાગ દ્વારા બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું હતું. કપડવંજના જાણીતા એડવોકેટ શ્રી દિનેશભાઈ પરમારે “લીગલ અવેરનેસ ” (કાયદાકીય સમજ) વિષયક વ્યાખ્યાનમાં લીગલ અવેરનેસ અંતર્ગત કાયદો કઈ રીતે બને,અધિકારોનો ભંગ થાય તો તેના ઉપાયો, કાયદા ના પ્રકારો-ક્રીમીનલ લો અને સિવિલ લો અંગે માહિતી આપી,ફરિયાદ કેવીરીતે આપવી અને પોલીસ ફરિયાદ ના લે તો શું કરવું વગેરે બાબતોની વિદ્યાર્થીઓને વિગતવાર સરળ શૈલીમાં સમજણ આપી હતી. પ્રિન્સિપાલ ડૉ. ગોપાલ શર્માએ કાર્યક્રમના આરંભે શબ્દોથી સ્વાગત કરી વકતાનો પરિચય કરાવ્યો હતો કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.જે.બી.બોડાતે કર્યું હતું. એસ.વાય.બી.કૉમ.ના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : મકસુદ કારીગર,કઠલાલ