કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડતા મોરબીની સિવિલ હોસ્પિટલના ડો. વિમલ દેત્રોજા

આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન કરી બે જીંદગી બચાવતા મોરબીની સિવિલ હોસ્પિટલના ડોક્ટર
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન એ આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન કરી પોતાની ફરજ સુપેરે નિભાવી બે દર્દીઓની જીંદગી બચાવી લીધી હતી.
મોરબીની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા એ છેલ્લા ચાર દિવસની અંદર આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન સફળ રીતે કર્યા હતા. એક કેસમાં દર્દીનુ આંતરડું (duodenal 1st part perforation 1.5 cm * 1*5 cm) ફાટી ગયું હતું. જેનું તાત્કાલિક ઓપરેશન કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ એક દર્દીનું ફસાઈ ગયેલું આંતરડું (irreducible inguinal hernia) તાકીદે ઓપરેશન કરી સારવાર આપી હતી. બંને ઓપરેશન બે-બે કલાકની અંદર તુરંત કરવામાં આવ્યા હતા.
આમ, મોટાભાગના આર્થિક રીતે સદ્ધર લોકો સિવિલ હોસ્પિટલની સેવા લેવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં નિદાન-સારવાર કરાવતા હોય છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન સફળ રીતે કરી પોતાની કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી