જામનગર ની કૈલાસનગર માં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા ત્રણ દિવસ થી ગુમ

જામનગર ની કૈલાસનગર માં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા ત્રણ દિવસ થી ગુમ
Spread the love

જામનગરમાં હરિયા કોલેજ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની 23 વર્ષીય પુત્રી ત્રણ દિવસ પૂર્વે કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હોવાની ગુમ નોંધ સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે.

જામનગર શહેરના સાંઢિયા પુલ રોડ પર આવેલ હરિયા કોલેજ પાછળના કૈલાશનગર શેરી.નં.1માં રહેતા શાંતિલાલ કેશવજીભાઇ ભંડેરીની 23 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ગત તા.27મી ના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ છે. તેણીની ઘરના સભ્યોને કહ્યા વગર કયાંક જતી રહ્યા બાદ પરિવારજનોએ સગા-સંબંધીઓ સુધી શોધખોળ કરી હતી.

પરંતુ તેણીનો કોઇ પત્તો ન લાગતા આખરે તેના પિતા શાંતિલાલભાઇએ પુત્રી ગુમ થયાની સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ગુમ નોંધ લખાવી હતી. સ્વરૂપવાન યુવતીની કોઇને ભાળ મળેતો નજીકના પોલીસ દફતર અથવા સીટી સી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

news_image_341911_primary.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!