જાહેરમાં જુગાર રમતા અગિયાર ઇસમોને ઝડપી પાડતી રાજુલા પોલીસ

જાહેરમાં જુગાર રમતા અગિયાર ઇસમોને ઝડપી પાડતી રાજુલા પોલીસ
Spread the love

રાજુલા મફતપરા વડલી રોડ શીતળા માતાના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા અગિયાર ઇસમોને રોકડા રૂ.૧૩,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ*
મ્હે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગરનાઓ તરફથી રાજયમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની તેમજ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૨૩/૦૯/૨૧ થી તા.૩૦/૦૯/૨૧ સુધી સ્પે.પ્રોહીબિશન-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુંસંધાને *અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાં સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ સફળ રેઇડો કરી દારૂ/જુગારની બદીને ડામવાં કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આર.એમ.ઝાલા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના એ.એસ.આઇ હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા લોકરક્ષક ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ તથા પોલીસ ટીમે રાજુલા મફતપરા વડલી રોડ શીતળા માતાના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા અગિયાર ઇસમોને રોકડા રૂ.૧૩,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

*જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:–*
(૧) ભીખુભાઇ નનાભાઇ રાઠોડ (૨) જયસુખભાઇ રવજીભાઇ મકવાણા (૩) અમીતભાઇ અશોકભાઇ સાંખટ (૪) નરેશભાઇ દેવજીભાઇ વાવડીયા (૫) વિજયભાઇ બચુભાઇ ગોહીલ (૬) મનુભાઇ અલ્લારખભાઇ સોનલીયા (૭) હસનભાઇ બચુભાઇ ચૌહાણ (૮) જીવાભાઇ ભગવાનભાઇ બારૈયા (૯) રાજુભાઇ મગનભાઇ ગોહીલ (૧૦) અરવિંદભાઇ રાજુભાઇ ગોહીલ (૧૧) શરીફભાઇ ઉર્ફે શીફો નનાભાઇ રાઠોડ રહે.તમામ રાજુલા જી.અમરેલી

*આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એમ.ઝાલા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે*

રીપોર્ટ સતાર મેતર

IMG-20210930-WA0040.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!