જામનગર : કાલાવડ માં શ્રમિક ની ગાડી આડુ શ્વાન ઉતરતા અસ્કમાત

કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસેના રોડ પર અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા ચાલક વૃધ્ધનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.રાજકોટના લોઠડા ગામે રહેતા મૃતક સબંધીને ત્યાં આંટો મારવા જઇ રહયા હતા ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડયો હતો.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના અરડોઇના મુળ વતની હાલ લોઠડા ગામે રહેતા હેમંતભાઇ વિઠ્ઠલભાઇ પરમાર નામના વૃધ્ધ ગત તા. 27ના રોજ બપોરે પોતાના બાઇક પર સબંધીને ત્યાં આંટો મારવા જઇ રહયા હતા ત્યારે કાલાવડના આણંદપર ગામ નજીક રોડ પર અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજા સાથે ઘવાયેલા ચાલક વૃધ્ધ હેંમતભાઇને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં બે દિવસની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવની મૃતકના પુત્ર રાજુભાઇ હેંમતભાઇ પરમારે જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે મૃતદેહનો કબજો સંભાળી તેનુ પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માતનો ભોગ બનેલા મજુરીકામ સાથે સંકળાયેલા હોવાનુ જાણવા મળ્યુ છે.