મોરબીનો બેઠો પુલ બંધ કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મચ્છુ નદીમાં પાણી છોડાયું હોવાથી સાવચેતીના ભાગરૂપે બેઠો પુલ બંધ કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મોરબી : મોરબીની જીવદારી ગણાતા મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો છે અને આ ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તેથી સાવચેતીના ભાગરૂપે મોરબીનો બેઠો પુલ બંધ કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
મોરબીનો મચ્છુ-2 ડેમ આજે બપોરે 12-30 વાગ્યે છલોછલ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે અને મચ્છુ-2 ડેમના 5 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી મચ્છુ નદીમાં પાણીની સપાટી વધવાની હોવાથી મોરબી શહેરની મધ્યે પસાર થતી મચ્છુ નદી ઉપરના બેઠા પુલમાં પાણી વહેતા કોઈ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ પુલની બન્ને તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. મચ્છુ ડેમમાથી છોડાયેલું પાણી બપોરના અઢી વાગ્યાની આસપાસ મોરબી સીટીમાં પહોંચવાનું હોવાથી આ બેઠા પુલને બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી