જામનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત

જામનગર જિલ્લાના 25માંથી 23 ડેમ ઓવરફ્લો, જામનગર માં હાલ પણ વરસાદી માહોલ છવાયેલો છે. જો વધુ વરસાદ પડે તો કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વિકટ બનવાની સંભાવનાઓ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા 1 NDRF અને 2 SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામા આવી છે.
જામનગરના નીચાણવાળા વિસ્તારો પર સંકટજામનગર શહેરમાં થોડા દિવસ પહેલા પણ નદી કાંઠાના વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. હજી પણ રણજીતસાગર ડેમ અને રંગમતી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. જો વધુ વરસાદ વરસે તો આ બંને ડેમના પાણી રંગમતી નદીમાં આવે જેથી ફરી એકવાર આ વિસ્તારના લોકોએ પૂરની સ્થિતિનો સામનો કરવો પડી શકે. પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સતર્ક બન્યું છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ ટીમો તૈનાત કરાઈસૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, દીવ અને રાજકોટમાં પણ ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે.