બરડા ડુંગર માથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી

રાણાવાવ બરડા ડુંગર વિસ્તારમાથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડતી પોરબંદર એલ.સી.બીગોસા(ઘેડ)
તા.૦૧/૧૦/૨૦૨૧
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી રાજયમાં પ્રોહી/જુગાર બદી નેસ્તનાબુદ કરવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, જે અન્વયે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ નાઓએ જીલ્લામા પ્રોહી/જુગાર બદી નાબુદ કરવા ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર એલ.સી.બી પી.આઈ
એન.એન.રબારી તથા પી.એસ.આઈ એન.એમ.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ્ટાફના માણસો રાણાવાવ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ જીણાભાઇ કટારા ને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ બરડા ડુંગર, કોઠાવાળાનેશ પાણીની ઉંડી ઝરમાથી આરોપી લાખા પાલાભાઇ ગરચર રહે.કોઠાવાળાનેશ, તા.રાણાવાવ, જી.પોરબંદરવાળાએ દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૬૦૦ કિ.રૂા. ૧૨૦૦/- તથા ભટ્ઠીનો સામાન મળી કુલ કિ.રૂા.૨૭૫૦/- નો મુદ્દામાલ રાખી હાજર નહીં મળી આવી ગુન્હોવ કરેલ હોય જેથી તેની વિરૂધ્ધમાં રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમા હેડ કોન્સ. કેશુભાઇ ગોરાણીયા, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, પો.કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટ : વિરમભાઇ.કે. આગઠ
ગોસા(ઘેડ )