અંબાજી મંદિર આગળનો રોડ વહિવટી તંત્ર એ જાહેરનામા વગર બંધ કર્યો, આરટીઆઇ મા થયો ખુલાસો

શક્તિપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ છે, અંબાજી ખાતે માં અંબા ના મંદિર નુ વિશેષ મહત્વ છે અહી વર્ષે દહાડે લાખો ભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે, તાજેતરમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો બંધ રાખવામાં આવ્યો હતો જેમાં મેળો બંધ હોવા છતાં મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા અને ભાદરવી પૂનમ પર્વ પૂર્ણ થયો હતો, ભાદરવી પૂનમ અગાઉ લગભગ 15 દીવસ અગાઉ ખોડીવડલી સર્કલ થી જુનાનાકા (બસ સ્ટેન્ડ, ભોજનાલય, શક્તિદ્વાર) તરફનો ઍક તરફનો માર્ગ બંદ કરવામાં આવ્યો હતો અને આ રોડ બંધ રહેતા સામે નો માર્ગ ભવાની પેટ્રોલપંપ વાળો બંને તરફના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ આરટીઆઈ મા મળેલા જવાબ મૂજબ આવુ કોઈજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું નહી.
અંબાજી ના આરટીઆઇ કાર્યકર્તા અને વરીષ્ઠ સરકાર માન્ય એક માત્ર એક્રેડીએશન પત્રકાર ઉમેશભાઈ ઠાકોર દ્વારા 3 સપ્ટેમ્બર ના રોજ 7 મુદ્દાઓની માહીતી બનાસકાંઠા કલેકટર પાસે માહીતી માંગવામાં આવી હતી જેમાં 24 સપ્ટેમ્બરના રોજ માંગેલા 7 મુદ્દાઓ પૈકી મુદ્દા નંબર 1 નો જવાબ આપવામાં આવ્યો હતો અને જવાબ મા સ્પષ્ટ લખેલું હતું કેઅત્રે થી આ અંગેનું કોઇ જાહેરનામુ બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલ ન હોઈ પ્રમાણિત નકલો પુરી પાડવાનો કોઈજ પ્રશ્ન રહેતો નથી.
તો પ્રશ્ન એ થાય છે કે આ જાહેરમાર્ગ કોના કહેવાથી બંદ રાખવામાં આવ્યો હતો