સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો..

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો..
વડાલી:- ક્લીન ઈન્ડિયા થીમેટ્રિક ડ્રાઈવ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ વડાલી શહેરના સગરવાસ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર-૩માં સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત જનભાગીદારી થી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા માટે વડાલી નગરપાલિકા ના સ્વચ્છતા અભિયાન સમિતિના ચેરમેન વિક્રમભાઈ સગર દ્વારા ઉપસ્થિત સૌ લોકોને શપથ લેવડાવ્યા હતા અને પ્રાથમિક શાળા નંબર-૩ ના બહારના ભાગમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ, ચીફ ઓફિસર,સદસ્યો,ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ-ઉપપ્રમુખ, મહામંત્રી,કાર્યકરો અને શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:કિરણ ખાંટ ( વડાલી )