માસિક ઘર ખર્ચ 20/000 ના બદલે 40/000 પણ ઓછા પડે છે.

માત્ર ગેસના બાટલાના ભાવ વધ્યા છે. ના ભાઈ ના
ગેસના બાટલામા ફરી એક વખત રાતોરાત વધારો કરી નાખવામા આવ્યો છે.450 વાળો બાટલો 1000 રૂપિયા થવાની તૈયારીમા છે 890 સુધી આવી ગયો છે. ખાલી બાટલામા જ નહીં દરેક જીવનજરૂરી આવશ્યક વસ્તુઓમા જંગી ભાવ વધારો થયો છે..
તેલની કિંમત 80 રૂપિયા લીટર હતી તે આજે 170 રૂપિયા થઈ છે. ખાંડ 30 રૂપિયા હતી તે હવે માત્ર 42 રૂપિયા છે.
આખા દેશમા વીજળીના ભાવ આપણા ગુજરાતમા સૌથી વધારે છે. આપના ગુજરાતમા જેનું ઉત્પાદન થાય છે તે સી એન જી માટે ગુજરાતીઓ જ વધુ રૂપિયા ચૂકવે છે
3600 ના સ્ટીલની કિંમત 6500 થઈ છે. રેતીની ટ્રોલી 2500 ના 6000 રૂપિયા થયા છે.
220 રૂપિયાના માસિક કેબલ ભાડું 450 રૂપિયા છે. ગેસની સબસીડી જે 250 રૂપિયા હતી તે હવે શુન્ય થઈ છે.
જેની કિંમત 41/42 હજાર હતી તે એક્ટિવાની કિંમત 90000 હજાર થઈ છે.
ટ્રાફિકના દંડ જે પહેલાની રકમ 100 રૂપિયા હતી તે હવે ઓછામા ઓછો દંડ 1000 રૂપિયા છે.
ઘરનો માસિક ખર્ચ જે પહેલા 20/000 હતો તે હવે 40/000 પણ ઓછા પડે છે.
જે રેલ્વે પ્લેટફોર્મની ટિકિટ 5/10 હતી તે હવે 30 રૂપિયા છે.
પહેલા 5 કરોડ પરિવારો ગરીબી રેખા નીચે હતા હવે લગભગ 35 કરોડ પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.
ડાઇવિંગ લાઇસન્સ 550 ના હવે 4000 રૂપિયા છે.
કેરોસીન તો દેખાતું જ નથી 20 રૂપિયા લીટરવાલા કેરોસીનના દર્શન લીટરના 100 રૂપિયા ચૂકવો તો પણ ઝટ થતા નથી.
મોબાઈલમા લાઈફ ટાઈમ ઇનકમિગ ફ્રી હતું તેને બદલે માસિક 90 રૂપિયા બેલેન્સ ફરજીયાત પુરાવું જ પડે છે.
બેરોજગારીનો દર 45 વરસમા સૌથી વધુ નોંધાયો છે.
સ્કૂલ કોલેજ 2 વરસ થી બંધ હતી તેની પણ ઘરે બેઠેલા વાલીઓ પાસે પૂરેપૂરી ફી વસુલ કરવામા આવી.
દરેકના ખાતામાં 15 લાખ તો આવ્યા નહિ પણ પ્રજાની મહેનત ખૂન પસીનાની અબજો રૂપિયા ખાઈ જનાર નીરવ મોદી વિજય માલ્યા કે મેહુલ ચોકસી ભારત પાછા લાવી શકાયા નથી.2/4 ઈંચ વરસાદમા શહેરોમાં દિવસો સુધી પાણી ભરાઈ જાય છે અને સ્માર્ટ સિટીની વાતો કરાઈ રહી છે.. સિ પ્લેન બંધ છે સુરતથી ઘોઘાની રો રો ફેરી દરિયાની સફર કરોડોના ધુમાડા પછી પણ બંધ છે
ખેડૂતોને કડી મહેનત ખૂન પસીના પછી પણ તૈયાર પાક શાકભાજી આજે વર્ષોથી રસ્તા પર નાખી દેવા મજબૂર કરવામાં આવે છે. અને ખેતી અને પાક ફસલ પર વિદેશીઓને કબજો આપવાની વાત છે.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત