જામનગર ના આધરકેંન્દ્ર સતત 3જા દિવસે પણ કામગીરી બંઘ
જામનગર શહેરમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં બે દિવસ પાણી ભરાયા હતાં. આવી જ હાલત જામનગર શહેરની મધ્યમાં આવેલા એમ.પી.શાહ મ્યુનિસીપલ ટાઉનહોલની પણ થઇ હતી.
ખાસ કરીને ટાઉનહોલના સેલરમાં વરસાદી પાણી ભરાઇ જતાં આજે ત્રીજા દિવસે પણ અહીં આધારકાર્ડ સહિતની કામગીરી બંધ રહી હતી. કોવિડ વેક્સિનેશન સર્ટીફિકેટ વગર લોકોને આજથી અહીં પ્રવેશ નહિં આપવાની કરાયેલી જાહેરાતના અમલની જરૂરિયાત જ ઉભી થઇ ન હતી. કેમકે પાણી ભરાયેલા હોવાથી કામગીરી જ આજે સવારે બંધ જોવા મળી હતી.