રાજ્ય માં ટ્રસ્ટ દ્વારા ચાલવાતી ગૌશાળાઓ માં પશુ દીઠ સહાય આપવા મુખ્યમંત્રી ને રજુવાત કરતા પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ

રાજ્ય માં ટ્રસ્ટ દ્વારા ચાલવાતી ગૌશાળાઓ માં પશુ દીઠ સહાય આપવા મુખ્યમંત્રી ને રજુવાત કરતા પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ
વડિયા : ગુજરાત ની વર્તમાન સરકાર દ્વવારા રાજ્યની ગૌશાળા ની ચિંતા કરવામાં આવે છે. તેથી જ સરકાર દ્વારા સો કરોડ જેટલી રકમ દર વર્ષે આપવામાં આવે છે તે સરાહનીય છે. પરંતુ વડિયા માં આવેલી ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વવારા લેખિત અને મોખિક મળેલી રજુવાત અનુસાર રાજ્ય માં સરકાર ના ધારા ધોરણ પ્રમાણે ટ્રસ્ટ દ્વવારા ચલાવવામાં આવતી ગૌશાળાઓમાં પણ પશુ દીઠ સહાય આપવાની જરૂરિયાત હોય ત્યારે આવા ગૌ સેવા કરતા ટ્રસ્ટ નીચે જે ગૌશાળાઓ ચલાવવા માં આવે છે તેને પશુ દીઠ સહાય આપવા પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ દ્વવારા રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી રજુવામા આવી છે.