ટિમ ગબ્બરગુજરાતની રજૂઆતથીવિસાવદર પોસ્ટ દ્વારા તાબડતોબ પોસ્ટની નાની ટપાલ પેટી મુકાઈ

ટિમ ગબ્બરગુજરાતની રજૂઆતથીવિસાવદર પોસ્ટ દ્વારા તાબડતોબ પોસ્ટની નાની ટપાલ પેટી મુકાઈ
Spread the love

ટિમ ગબ્બરગુજરાતની રજૂઆતથી વિસાવદર પોસ્ટખાતું ઘુંટણીએ.. !! વિસાવદર પોસ્ટ દ્વારા તાબડતોબ પોસ્ટની નાની ટપાલ પેટી મુકાઈ ગઈ… વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા કલેક્ટર, જૂનાગઢ,જનરલ મેનેજર પોસ્ટ વિભાગ,જુનાગઢ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ-જૂનાગઢ
પોસ્ટ માસ્તર જનરલ PMG રાજકોટચીફ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોસ્ટ, ગુજરાતરાજ્ય,અમદાવાદ તથા મામલતદાર વિસાવદર વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદર સિટીના લોકો તરફથી અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ છે કે,વિસાવદર મામલતદારકચેરી,તાલુકા પંચાયત, બે કોર્ટ,ટ્રેઝરી ઓફીસ,પોલીસ સ્ટેશન,જેલ,પ્રાંત અધિકારીની કચેરી તથા અન્ય તમામ ઓફિસો આવેલ છે ત્યાં આગળ પોસ્ટ ઓફિસ દ્વારા વર્ષોથી પોસ્ટનો ડબ્બો (ટપાલ)પેટી મુકવામાં આવેલ હતી તે છેલ્લા ઘણા સમયથી ઉપાડી લેવામાં આવેલ છે તેના કારણે તમામ ઓફિસરો તથા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારો તથા અન્ય તમામ વકિલોની ઓફિસો આવેલ હોય તે તમામ લોકોને ઘણા બધા પોસ્ટના કવરો પોસ્ટ કરવા માટે પોસ્ટ ઓફીસ સુધી લાંબુ થવું પડતું હોય લોકોનો કિંમતી સમય બગડતો હોય જેથી તાત્કાલિક જે જગ્યાએ પોસ્ટનો ડબ્બો(ટપાલ પેટી)હતી ત્યાં ફરીથી ટપાલ પેટી મુકવામાં આવે તેવી ટિમ ગબ્બર ગુજરાત દ્વારા માંગ સાથે રજુઆત કરેલ હતી આ રજુઆતથી વિસાવદર પોસ્ટઓફિસ ઘુટણીયે પડી ઉપરથી આદેશ છુ ટતા તાબડતોબ એક પોસ્ટની નાની પેટી કોર્ટની દીવાલ પાસે મૂકી ગયેલ છે ત્યારે અન્ય વિસ્તારોમાં ક્યારે મુકાશે તે પ્રશ્ન હજી ઉભો જ રહેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના જાણીતા એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

રિપોર્ટ : હરેશ મહેતા

વિસાવદર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!