બે વિભાગના ચક્કરમાં જૂના નાકા થી ગબ્બર સર્કલ સુધી અંધારપટ

ચોક્કસ પણે કહી શકાય છે કે જ્યા વહીવટ મા ખામી હોય તો જનતા હેરાન પરેશાન થાય છે, અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ હોવા છતાં અહિ નાના ગામડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહોલ્લાઑ થી લઈને હાઇવે માર્ગો પર અંબાજી ની હાલત જોઈ સ્થાનીક ગ્રામજનો ભારે હેરાનગતી અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી જૂનાનાકા થી ગબ્બર સર્કલ સુધી માર્ગો પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે અને બે વિભાગ ની જવાબદારી નકકી ન થતાં આ વિસ્તારના લોકો હેરાન પરેશાન જૉવા મળી રહ્યા છે.
ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી માં અંબા નું મોટુ ધામ છે અને આ ધામ મા પાણી, ગટર, રસ્તા જેવી પ્રાથમિક બાબતો ની ભારે ઉણપ છે ત્યારે નવો વિવાદ બહાર આવ્યો છે જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને માર્ગ અને મકાન વિભાગની જવાબદારી નકકી ન થતાં જૂના નાકા થી ગબ્બર સર્કલ સુધી હાઇવે માર્ગ પર સ્ટ્રીટ લાઈટો લાગેલી હોવા છતાં ચાલુ કરવામા આવતી નથી અને આ માર્ગ પર રાત્રી ના સમયે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે અને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબત માર્ગ અને મકાન વિભાગ ની હોવા છતાં તેવો આ જવાબદારી લેવા માંગતા નથી કે મંદિર ટ્રસ્ટ કોઇ નિર્ણય લીધો નથી. વહીવટી તંત્ર આ બાબતે હસ્તેપ કરી નિર્ણય લોકોના હિત મા લે તેવી માંગ પ્રબળ બની છે