જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ ગીરસોમનાથ

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ ગીરસોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસીંહ પવાર તથા ગીર – સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી – જુગારના કેશો શોધી કાઢવા તથા પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. ગીરસોમનાથના ઇ.ચા.પોલીસ ઇન્સપેકટરશ્રી વી.યુ.સોલંકી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી કે.જે.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આજરોજ તા .૦૪ / ૧૦ / ૨૦૨૧ ના રોજ એલ.સી.બી.ગીરસોમનાથના પો.હેડ.કોન્સ . પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , શૈલેષભાઇ ડોડીયા , તથા પો.કોન્સ.ઉદયર્સીહ સોલંકી તથા રાજુભાઈ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફ ઉના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત બાતમી હકીકત આધારે ઉના પો.સ્ટે વિસ્તારના ખાણ ગામે હનુમાન મંદીર પાસે આવેલ દેવાભાઈ વાધાભાઈ બાંભણીયાના રહેણાંક મકાનની બહાર ફળીયામાંથી જાહેરમાં જુગાર રમતા ઇસમો ( ૧ ) બાબુભાઇ રૂડાભાઇ પરમાર ( કોળી ) ઉ.વ .૪૮ ધંધો – ખેતી રહે.ગામ – ખાણ ગરબીચોક તા.ઉના જી – ગીરસોમનાથ ( ૨ ) મોહનભાઇ ઉકાભાઈ શીયાળ ( કોળી ) ઉ.વ .૫૦ ધંધો – મજુરી રહેગામ – ખાણ સબ સ્ટેશન પાસે તા.ઉના જી – ગીરસોમનાથ ( ૩ ) મોહનભાઈ ડાયાભાઇ વંશ ( કોળી ) ઉ.વ .૪૫ ધંધો – મજુરી રહે.ગામ – ખાણ પ્લોટ વિસ્તાર તા.ઉના જી – ગીર સોમનાથ વાળઓને જાહેરમાં ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા ગંજીપતાના પાના નંગ -૫૨ તથા રોકડા રૂ . ૧૮,૦૩૦ / – તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી ઉના પો.સ્ટે.જુગાર ધારા મુજબનો ગુન્હો રજી કરાવેલ .
રિપોર્ટ : હર્ષદ બાંભણીયા
ઉના