શિક્ષકો અને , છાત્રો સવારે શાળાએ પહોંચ્યા ત્યારે ખબર પડીકેબિલ્ડીંગસીલ છે!!

શિક્ષકો અને , છાત્રો સવારે શાળાએ પહોંચ્યા ત્યારે ખબર પડીકેબિલ્ડીંગસીલ છે!!
ઊના શહેરમાં શાહ એચ . ડી . હાઇસ્કુલ અને એક હોસ્પિટલને સીલ કરાઇ
ઊના શહેરની શાહ એચ . ડી . હાઇસ્કુલ અને એક હોસ્પિટલને ફાયર સેફ્ટીની એનઓસી ન મેળવવાના મામલે સીલ લગાવાતાં વિદ્યાર્થીઓનું ભણતર હાલ પૂરતું બંધ થઇ ગયું છે . ઊના શહેરના દેલવાડા રોડ પર આવેલી ગ્રાન્ટેડ શાહ એચ . ડી . હાઇસ્કુલમાં ગત સાંજે અચાનક ભાવનગર સ્થિત ફાયર વિભાગ દોડી આવ્યો હતો . અને કોઇ જાતની જાણ કર્યા વિના શાળાના બિલ્ડીંગને સીલ કરી દીધું હતું . આથી વ્હેલી સવારે શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં તેઓને બહાર બેસવાનો વારો આવ્યો હતો . અભ્યાસ બગડતાં વાલીઓમાં પણ ભારે રોષ છવાયો હતો . એક તરફ શિક્ષણ વિભાગે ધો . 9 થી 12 ની એકમ કસોટી લેવા આદેશ કર્યો છે . અને બીજી તરફ શાળાને સીલ કરાતાં સંચાલકો પણ ભારે મુઝવણમાં મૂકાયા છે . તેઓના કહેવા મુજબ , શાળાઓને ફાયર એનઓસી બાબતે કોઇ યોગ્ય જાણકારી અપાઇ નથી . ફાયર વિભાગ દ્વારા માન્ય એપ્રુવલ એજન્સી પણ નક્કી કરાઇ ન હોવાથી ફાયરના સાધનો વેચતી ઘણી કંપનીઓ નિકળી પડી છે . ફાયર વિભાગ દ્વારા નક્કી કરાયેલી સીસ્ટમ
૭૦૦ છાત્રોનો અભ્યાસ બંધઃ આચાર્ય*|
આ શાળા કેળવણી મંડળ સંચાલીત હોઇ પ્રમુખને જાણ કરાઇ છે . ડીઓ સાથે પણ વાત કરી છે . સોમવારે ડીઓને મળવા ગયા પછી તે શું કહે છે . પછી આગળ જોઇશું . હાલ શાળાના ૭૦૦ વિદ્યાર્થી ઓનો અભ્યાસ બંધ છે . » કે . જે . ગોસ્વામી , આચાર્ય , શાહ એચ.ડી.હાઇસ્કુલ *માત્ર ૨ શાળા અને ૨ હોસ્પિટલમાંજ ફાયર સેફટી છે* | ઊના શહેરમાં ૨૦ થી વધુ હોસ્પીટલ અને ૧૫ ખાનગી શાળાઓ છે . પણ ફાયર સેફ્ટીની સુવિધામાત્ર ૨ સ્કુલ અને ૨ હોસ્પીટલમાંજ છે . તો સરકારી કચેરીમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી .
ફીટ કરવા ઉંચા ભાવો આપવા પડે છે . એક તરફ શાળાને તાઉતે વાવાઝોડાને લીધે નુકસાન થયું છે . તો કોવીડના કારણે લાંબા સમયથી શાળા આર્થિક ભીંસ અનુભવે છે . એમાં પણ ફાયર સીસ્ટમ માટે થતા દબાણથી સંચાલકો લાચાર બની ગયા છે . બીજી તરફ સરકારી ઇમારતો , સરકારી શાળાઓ અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં કોઇ પગલાં ભરાતા નથી . આમ ફાયર વિભાગની નીતી એકને ગોળ બીજાને ખોળ જેવી છે . આ સાથે ઊના શહેરમાં ફાયર વિભાગ દ્વારા એક નામાંકિત તબીબની માનવ સર્જીકલ હોસ્પીટલને પણ સીલ કરાઇ છે .
રિપોર્ટ : હર્ષદ બાંભણીયા
ઉના