ઊના વરસીગપુર રોડ પર કારમાંથી વિદેશી ઘરૂના જથ્થા સાથે બેઝબ્બે

ઊના વરસીગપુર રોડ પર કારમાંથી વિદેશી ઘરૂના જથ્થા સાથે બેઝબ્બે
ઘરૂની ૫૦ બોટલ મળી રૂ .૨.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે
ઊના વરસીંગપુર રોડના બાયપાસ પાસે કારની તલાસી લેતા વિદેશી દારૂની ૫૦ બોટલ મળી આવી હતી . પોલીસે દારૂનો જથ્થો કાર સહિત રૂ .૨.૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમ વિરૂધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે . આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં રહેતા જયેશ ગોરધન ભુપતાણી તેમજ કિરીટ જગજીવનદાસ કાનાબાર બન્ને
કાર નં.જીજે – ૦૧ – એચક્યુ -૮૨૭૧ કારમાં વિદેશી દારૂની સપ્લાય કરતા હોવાની બાતમી મળી હતી . જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઊના – વરસીંગપુર બાયપાસ પાસે કારને રોકાવી તલાસી લેતા કારની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલ ૫૦ કિ .૨૯,૦૦૦ તેમજ કાર સહિત કુલ રૂ .૨.૩૦ લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી પાડી આ દારૂ ક્યાથી લાવવામાં આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હોય તે અંગેની વધુ પુછપરછ હાથ ધરી છે .
રિપોર્ટ : હર્ષદ બાંભણીયા
ઉના